કચ્છની સરહદી ચેકપોસ્ટ ઉપર ગેરહાજર બે પોલીસ જવાનો સસ્પેન્ડ-નાકાબંધી વખતે ફરજમાં બેદરકારી

પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા દરિયાઈ સુરક્ષા અંતર્ગત સરહદી વિસ્તાર લખપતમાં દ્યડુલી પાસે ઉભી કરાયેલ ચેકપોસ્ટ ઉપર ફરજમાં બેદરકાર રહેનાર બે પોલીસ જવાનોને સસ્પેન્ડ કરી દેવાયા છે. પોલીસ દ્વારા જાહેર કરાયેલી નાકાબંધી દરમ્યાન નખત્રાણાના ડીવાયએસપી શ્રી યાદવ સરહદી વિસ્તારના સુરક્ષાના નિરીક્ષણ માટે ગયા હતા. તે દરમ્યાન દ્યડુલી ચેકપોસ્ટ ઉપર ડીવાયએસપી યાદવે વિઝીટ કરતાં અહીં ફરજ પર મુકવામાં આવેલા બે પોલીસ જવાનો ગેરહાજર જોવા મળ્યા હતા. નાકાબંધી અને સરહદી સુરક્ષાને મામલે ગંભીર એવા પશ્ચિમ કચ્છ એસપી સૌરભ તોલંબિયાએ ફરજ પર જવાનોની ગેરહાજરીની દ્યટનાને ગંભીર ગણીને નરા પોલીસ સ્ટેશનના મનુભાઈ ભીમજી બંભા અને નારાયણસરોવર પોલીસ સ્ટેશનના હાસમભાઈ હુસેન રાબળકા એ બન્ને પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરતો હુકમ કર્યો છે. આ પગલાંએ ફરજ અંગે બેદરકાર રહેતા પોલીસ કર્મીઓમાં ફફડાટ સજર્યો છે.