ભુજના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના હાઇવે બાયપાસ રોડ ઉપર આજે સવારે એક શખ્સએ તમાશો કરીને તંત્રને દોડતું કર્યું હતું. ૧૦ વાગ્યાના અરસામાં શરૂ થયેલ વિજટાવરનો હાઈ વોલ્ટેજ ડ્રામા લગભગ દોઢેક કલાક ચાલ્યો હતો. હાઈ વોલ્ટેજ ધરાવતા ટાવર ઉપર ચડેલા આ શખ્સને જોઈને લોકોએ તંત્રને જાણ કરી હતી. પાકિસ્તાનની ગોળી ખાઈને મરી જવું છે, એવું કહેતા શખ્સને સમજાવવા માટે ભારે મહેનત બાદ અંતે તમાકુ કામ આવી હતી. તમાકુ ખાવાની લાલચે આ યુવાન નીચે ઉતર્યો હતો. જોકે, કોઇ દુર્ઘટના ન સર્જાય એટલે વીજ તંત્રની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને વીજ પુરવઠો બંધ કરી નાખ્યો હતો. માંડ માંડ નીચે ઉતરેલ આ શખ્સ માનસિક દિવ્યાંગ હોવાનુ અને તે પોતે વારાહી નો હોવાનું અને તેનું નામ બાબુ હોવાનું જાણવા મળે છે.