મુન્દ્રા તાલુકાના નાના કપાયા માં આરોગ્ય અધિકારીએ એક બોગસ ડોક્ટર ને ઝડપી પાડયો

મુન્દ્રા પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે નાના કપાયા ગામમાં બસ સ્ટેન્ડની બાજુમાં યાદવ ક્લિનિક ચલાવતા કૃષ્ણકુમાર હરી દેવરામ યાદવ ઉમર વર્ષ ૩૮ રહે મૂળ રાજસ્થાન હાલ નાના કપાયા કોઈપણ જાતની માન્ય ડિગ્રી વગર અને સર્ટિફિકેટ વગર ડોક્ટર નું રૂપ ધારણ કરી બીમાર લોકોની તપાસ કરી એલોપેથિક દવા તેમજ ઇન્જેક્શન આપી બિમાર લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરતા હોય ગેરકાયદે મેડીકલ પ્રેક્ટિસ કરી દવા તેમજ સાધનો રાખ્યા હતા આરોગ્ય અધિકારી ડોક્ટર ક્રિષ્ના અરવિંદભાઈએ પોલીસ સાથે રેડ પાડી ને આ બોગસ ડોક્ટર ને ઝડપી પાડયો હતો સાધનો અને દવાઓ સહિત કુલ ૯૪ હજાર ૬૪૮ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો તેમની સામે ગુનો નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે