રાપરમાં પોલીસને દારૂ ભરેલી રેઢી ટ્રક મળી- બુટલેગરો રેડ ના ભયે ૧૦ લાખનો દારૂ મૂકીને છન..ન..ન

પેટ્રોલિંગ દરમ્યાન આડેસર પોલીસે રાપરના કીડીયાનગર અને મોટી હમીરપર વચ્ચે દારૂ ભરેલી રેઢી ટ્રક ઝડપી પાડી હતી. પીએસઆઇ એન.વી. રહેવરે જીજે ૦૭ ઝેડ ૭૫૨૪ નંબરની ટ્રકમાંથી મેકડોવેલ્સ બ્રાન્ડની અંગ્રેજી દારૂની ૧૬૮૮ બોટલ, રોયલ ચેલેન્જ બ્રાન્ડની અંગ્રેજી દારૂની ૬૮૪ બોટલ કુલ ૨૩૭૨ બોટલ કિંમત રૂપિયા ૯ લાખ ૮૧ હજાર નો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. બુટલેગરો પોલીસની રેડના ભયથી ટ્રક રેઢી છોડી નાસી છૂટ્યા હતા. પોલીસે ૭ લાખની ટ્રક અને ૯.૮૧ લાખનો દારૂ એમ કુલ ૧૬.૮૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ગુનો નોંધીને નાસી છૂટેલા બુટલેગરોનું પગેરું દબાવવવાનું શરૂ કર્યું છે.