આદિપુર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના જીઆઇડીસી વિસ્તારમાં નાસ્તાની દુકાન ધરાવતા કિશન દેવજીભાઈ ચારણીયા ને ત્યાં નરેશ લાંબા અને રાજુ મહેશ્વરીએ નાસ્તો લીધો હતો જેના રૂપિયા કિશનભાઇ ચારણીયા એ માંગતા આરોપી નરેશ લાંબા અને રાજુ મહેશ્વરીએ કિશનભાઇ ચારણીયા ઉપર હુમલો કરી મારમારી ન દુકાનમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે