લાકડીયા પાસે અકસ્માતમાં યુવાનનું મોત

સામખીયાળી રાધનપુર હાઇવે લાકડીયા નજીક જીપના ડ્રાઈવરને ઓચિંતી બ્રેક મારતા અંદર બેઠેલા યુવાન રોડ ઉપર પડી ગયા બાદ પાછળથી જીપે તેમને હડફેટે લેતાં ગંભીર હાલતમાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું લાકડીયા પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે સામખયારી રાધનપુર હાઇવે રોડ ઉપર લાકડીયા નજીક જીપ નંબર જીજે ૧૨ ઝેડ ૭૮૭૨ ના ચાલકે જીવ બેદરકારીથી ચલાવી ઓચિંતી બ્રેક મારતા અંદર બેઠેલ સુનિલભાઈ રાકાણી કોંલી જીપમાંથી નીચે પડી ગયા હતા ત્યારે પાછળ આવતી જીપ નંબર જીજે ૧૨ બી ડબ્લ્યુ ૮૬૦૦ ના ચાલે કે બેદરકારીથી ચલાવીને સુનિલભાઈ અડફેટે લેતાં ગંભીર હાલતમાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. સુનિલભાઈ અને તેમના પત્ની જીપમાં બેસીને રાપર તાલુકાના થાનગઢ રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો પોલીસે બન્ને જીપ ચાલકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે