નલિયામાં ગઈકાલે લઘુત્તમ તાપમાનનો પારો રાતો રાત ૭ ડિગ્રી જેટલો નીચે ઉતર્યા બાદ આજે ૩ ડિગ્રી જેટલો વાધારો થઈને ૧૭.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. નલિયા રાજ્યમાં સૌથી ઠંડુ સ્થળ રહ્યું છે. જિલ્લા મથક ભુજ ૧૭.૬ ડિગ્રી સે. સાથે નલિયા બાદ રાજ્યનું સૌથી વધુ શીત માથક રહ્યું હતું. કંડલા પોર્ટમાં ૧૯.૫ ડિગ્રી અને કંડલા એરપોર્ટમાં ૧૯.૬ ડિગ્રી સે. તાપમાન નોંધાયું છે. કચ્છમાં છેલ્લા ત્રણ દિવસાથી વહેલી સવાર અને રાત્રે ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે. નલિયામાં લઘુત્તમ તાપમાન ૧૭.૨ ડિગ્રી નોંધાયું છે. અહીં ઠંડો પવનો ફુંકાતા રહેતા ઠંડી વધુ પ્રમાણમાં અનુભવાઈ હતી. જિલ્લા માથક ભુજ ખાતે લઘુત્તમ તાપમાન ૧૭.૬ ડિગ્રી સે. નોંધાયું છે. એક ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે. મહત્તમ તાપમાન ઘટીને ૩૧ ડિગ્રી રહ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે ૫૪ ટકા અને સાંજે ૩૪ ટકા રહ્યું છે. પવનની ઝડપ ૫ કિમીની અને દિશા ઉત્તર-પૂર્વની રહી હતી. કંડલા પોર્ટમાં ૧૯.૫ અને કંડલા એરપોર્ટમાં ૧૯.૬ ડિગ્રી સે. નોંધાયું છે.