કચ્છમાં દારૂના દુષણ સામે કાર્યવાહી ન કરાય તો જનતા રેડ : દલિત અધિકાર મંચની ચીમકી

કચ્છમાં દારૂની વકરેલી બદી સામે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે પોલીસ સમક્ષ પગલા ભરવાની માંગ કરી છે. આઇજી સુભાષ ત્રિવેદીને પત્ર લખીને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ નરેશ મહેશ્વરીએ જણાવ્યું છે કે, દારૂની વકરેલી બદીને કારણે કચ્છમાં ગરીબ પરિવારો પાયમાલ થઇ રહ્યા છે. અનેક યુવાનોની જિંદગી વેરાન થઇ છે. જો, પોલીસ દ્વારા બુટલેગરો સામે પગલા નહીં ભરાય તો રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દારૂ વેચનાર પર જાતે જનતા રેડ પાડીને બુટલેગરોને સજા આપશે. આઇજી ઉપરાંત પૂર્વ, પશ્ચિમ કરછ એસપી અને ગૃહ સચિવને પણ આ અંગે જાણ કરાઇ છે.