૨૦૧૫ માં નેપાળમાં આવેલ ભૂકંપ બાદ કાર્યરત પુનઃવસનની કામગીરી સબબ કચ્છ જિલ્લાની પુનઃ વસનની કામગીરીના સંદર્ભમાં અવલોકન, માર્ગદર્શન અને પ્રેરણા મેળવવાના ઉદેશ સાથે નેપાળના ગોરખા જિલ્લામાંથી મેયર અને ડેપ્યુટી મેયર કક્ષાના અધિકારીઓ સાથેનો નેપાળ ડેલીગેશન હાલે જિલ્લાની મુલાકાતે આવેલું છે ૨૦૦૧ માં કચ્છમાં આવેલ વિનાશક ધરતીકંપ બાદ જિલ્લામાં થયેલ ઝડપી અને ઉત્કૃષ્ટ પુનઃવસનની કામગીરીના પરિપ્રેક્ષ્યમાં આજે કોન્ફરન્સ હોલ, કલેકટર કચેરી, ભુજ ખાતે કલેકટરશ્રી એમ.નાગરાજનના અધ્યક્ષસ્થાને નેપાળ ડેલીગેશન સાથે જિલ્લા વહીવટીતંત્રની બેઠક યોજવામાં આવી હતી. જે અન્વયે હુન્નર શાળા સંસ્થાન અને ઉન્નતિ ઓર્ગેનાઇઝેશન ફોર ડેવલપમેન્ટ એજયુકેશન દ્વારા નેપાળી ડેલીગેશન અને જિલ્લા વહીવટીતંત્ર વચ્ચે સંકલનની કામગીરી કરવામાં આવી હતી. કચ્છ જિલ્લો પણ ભૂકંપ ઝોન-૫ માં સમાવિષ્ટ જિલ્લો હોઇ નેપાળ અને કચ્છ વચ્ચે ભૂકંપ સબંધી પડકારોની સામ્યતા, તેમજ આપતિ પ્રતિરોધન ક્ષમતા સબબ સંપોષિત વિકાસની તર્જ પર ક્ષમતાયુકત સમાજના નિર્માણ માટે પરસ્પર આદાન-પ્રદાન અને અન્વેષણયુકત ભાગીદારીથી કાર્ય કરવાની ખાતરી જિલ્લા કલેકટરશ્રી એમ.નાગરાજન દ્વારા પ્રતિનિધિ મંડળને આપવામાં આવી હતી. નેપાળી પ્રતિનિધિ મંડળને ‘ભાડા’કચેરીનાં શ્રી ચિરાગ ભટ્ટે પ્રેઝેન્ટેશન દ્વારા ભૂકંપ બાદ ભુજમાં થયેલ પુનઃવસનની કામગીરી અન્વયે લેવાયેલ પગલાંની માહિતી આપી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી કુલદીપસિંહ ઝાલા, પ્રાંત અધિકારીશ્રી મનીષ ગુરવાણી, મામલતદાર-ડીઝાસ્ટર શ્રી પ્રજાપતિ, ડીસ્ટ્રીકટ પ્રાઙ્ખજેકટ આઙ્ખફિસરશ્રી-જી.એસ.ડી.એમ.એ. સહિતના અધિકારીઓ દ્વારા કચ્છ અને નેપાળના સંદર્ભમાં આપતિ પ્રતિકાર સબંધી પ્રાથમિકતાઓ અને ભાગીદારી સબબ ક્ષમતા નિર્માણ માટે પ્રતિબદ્ઘતા વ્યકત કરી હતી.