ધાણેટી પાસે અજાણ્યા વાહને ટક્કર મારતા મોખાણાના બાઈક સવાર બે ભાઈના મોત

ભુજ તાલુકાના ધાણેટી નજીક અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા મોખાણા ગામના બે ભાઈઓના મોત થયા હતા.જાણવા મળતી વિગતો મુજબ ધાણેટી નજીક બાઈક સાથે અજાણ્યા વાહનની ટક્કરમાં મોખાણાના લખા સુજા રબારી અને મંગા સુજા રબારીને ઈજાઓ પહોંચી હતી.જેઓને સારવાર આૃર્થે ભુજની જી.કે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓના મોત નિપજ્યા હતો. બે ભાઈઓના મોતાથી ગમગીની સાથે સન્નાટો છવાઈ જવા પામ્યો છે. અવારનવાર અહીંના માર્ગપર અકસ્માત સર્જાઈ રહ્યા છે જે એક ચિંતાજનક બાબત ગણી શકાય તેમ છે.