માળિયા નજીક ડમ્પર પલટી જતા મિતાણાનાં ચાલક યુવાનનું મોત

માળિયા હાઈવે પરથી પસાર થતું ડમ્પર પલટી મારી ગયું હતું જે બનાવમાં ડમ્પરચાલક યુંનું મોત થયું છે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ એમપીના રહેવાસી અને હાલ ટંકારાના મીતાણા રહેતા દીતાભાઈ હિમતભાઇ ડામોર આદિવાસી (ઉ.વ.૨૮) નામનો યુવાન ડમ્પર નંબર જીજે ૦૩ વી ૭૯૫૨ લઈને માળિયા હાઈવે પરથી જતો હોય ત્યારે માણાબા અને અણીયારી વચ્ચે તેનું ડમ્પર ડીવાઈડર સાથે અથડાયા બાદ પલટી ગયું હતું જે અકસ્માતમાં ડમ્પર ચાલકનું મોત થયું છે માળિયા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે