માંડવી તેમજ પુર્વ કચ્છ ભચાઉ પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુના કામે નાસતા ફરતા (વોન્ટેડ) આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.પશ્ચિમ કચ્છ, ભુજ

જે અન્વયે એલ.સી.બી., પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એસ.જે.રાણાનાઓએ આરોપી પકડવા સારુ કવાયત હાથ ધરેલ હોય જેમાં ખાનગી બાતમીદાર આધારે તપાસ કરતા માંડવી પો.સ્ટે. પ્રો.હિ. ગુ.ર.નં.પર૧૪/૧૯, પ્રોહિ. એકટ કલમ – ૬૫(એ)(ઇ), ૮૧,૯૮(ર) મુજબ તેમજ પુર્વ કચ્છ ભચાઉ પો.સ્ટે. પ્રોહિ. ગુ.ર.નં.પ૦૯૯/૧૯, પ્રોહિ. એકટ કલમ – ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૮૧, ૯૮(ર) મુજબના કામેનો નાસતો ફરતો આરોપી કપીલ વિનોદભાઇ સંધાર, રહે. મુળ બિદડા, તા.માંડવીવાળો પોતાની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતા હોય જે આરોપી મીરઝાપર પીક-અપ બસ સ્ટેન્ડ હાઇવે ખાતે હાજર હોવાની હકિકત મળતા હકીકત વાળી જગ્યાએ આવી તપાસ કરતા આરોપી કપીલ વિનોદભાઇ સંધાર, ઉ.વ.ર૧, રહે.ગામ – દહિંસરા, તા.ભુજ વાળો હાજર મળી આવતા જેને ઝડપી સી.આર.પી.સી. કલમ – ૪૧(૧)(આઇ) મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે ભુજ શહેર એ ડિવીઝન પો.સ્ટે. સોંપવામાં આવેલ છે.