ગાંધીધામમાં ૧૯.૮૬ લાખનો દારૃ ઝડપાયો, ટ્રક ચાલક ફરાર થઈ ગયો

ગાંધીધામમાં પોલીસે ૧૯.૮૬ લાખની કિંમતનો ઈંગ્લીશ દારૃ ઝડપી પાડયો હતો. જો કે પોલીસ પહોંચે તે પહેલા જ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. એ ડીવીઝન પોલીસ માથકે બનાવ સંદર્ભે ગુનો દાખલ કરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સૂરજબારી નજીકાથી ગત રવિવારની રાત્રે રૃ.૧૮ લાખનો દારૃ ઝડપાયા બાદ વધુ એક મોટો જથૃથો ઝડપાતા ચકચાર જાગી છે. પૂર્વ બાતમીના આાધારે આજે સવારે ૪ વાગ્યાના અરસામાં એલસીબીની ટીમે ગાંધીધામ-ગળપાદર ત્રણ રસ્તા પાસે ટ્રક નંબર જી.જે.૧ર એક્સ ર૧૯૩ને ચેક કરતા તેમાં ઈટો ભરેલી હતી, ઈટોની નીચે દારૃ છુપાવેલો હતો. પોલીસે દારૃની બોટલ નં.પ૬૭૬ કિંમત રૃા.૧૯,૮૬,૬૦૦ની મળી આવી હતી. આ બનાવમાં રાપર તાલુકાના પુના ભાવા બારૃપા નાસી છુટયો હતો. આ દારૃ ક્યાંથી આવ્યો હતો અને કોને પહોંચાડવાનો તેની તપાસ આરંભી દેવામાં આવી છે. આરોપી ઝડપાયા બાદ વધુ હકીકતો બહાર આવે તેમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરજ બારી નજીક ગત રવિવારની રાત્રે એક ટ્રકને ચેક કરતા તેમાંથી દારૃની બોટલ નં.૬૦ર૪ કિંમત રૃા.૧૮,૦૭,ર૦૦ મળી આવી હતી. તાથા ચાલકને ઝડપી પાડવામાં આવ્યો હતો. ટૂંકા સમયમાં દારૃનો મોટો જથૃથો ઝડપાયો હોવાની આ બીજી ઘટના છે. ત્યારે આ સિવાય કચ્છમાં કેટલા મોટા પ્રમાણમાં દારૃ ઘુસાડવામાં આવતો હશે! તેને લઈને લોકોમાં તરેહ-તરેહની ચર્ચા થઈ રહી છે.