જી. કે જનરલ હોસ્પિટલમાં સુવિધાઓ વધારોની માંગ સાથે કોંગ્રેસે કર્યા ધરણા

જી.કે.જનરલ હોસ્પીટલમાં સુવિાધાઓમાં વાધારો થાય, પુરતા ડોકટર, ટ્રો માં સેન્ટર શરૃ કરવા બાબતે ધરણા યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. સામાજીક કાર્યકર રફીક મારાના નેતૃત્વ તળે સમાજના આગેવાનોની હાજરીમાં ભુજ માથકે ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. કલેકટરને અપાયેલા આવેદનપત્રમાં આક્ષેપ કરાયો છે કે, સરકારના નિયમ મુજબ અદાણી સંચાલિત હોસ્પિટલમાં લોકોને સેવા મળી રહી નાથી. ટ્રોમા સેન્ટરના હજુ ઠેકાણા નાથી,લોકોને સારવાર માટે જિલ્લા બહાર જવું પડે છે જેમાં ૭૦ ટકા કેસમાં રસ્તામાં જ મોત થઈ જાય છે. સરકાર આરોગ્ય સેવા પુર્વવત કરે તેમજ ૧૫ થી ૨૦ એકર જેટલી જમીન અન્ય જગ્યાએ આપી હોસ્પિટલમાં તમામ સુવિાધા ઉભી કરાય તેવી માંગણી મુકાઈ છે. સંચાલકો સામે જાહેરમાં કે સોશ્યિલ મીડીયામાં બોલાવમાં લોકો ગભરાઈ રહ્યા છે તેવો માહોલ છે તેવો આક્ષેપ તેમણે કર્યો હતો. ૧૫૦૦ કરોડની આ સંપત્તિ પર અદાણી મનફાવે તેમ હોસ્પીટલનું સંચાલન કરીને લોકોને ુપુરતી સેવા આપી રહી નાથી ત્યારે લોકોની હાલત છતે હોસ્પિટલે કફોડી બની છે. આ મુદે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ લડતને ટેકો આપતા વિાધાનસભામાં આ મુદો ઉઠાવવા ખાતરી આપી હતી.