પશ્ચિમ કચ્છમાં જુદા જુદા સૃથળોએ પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી.આ ડ્રાઈવ દરમિયાન અનેક ખાનગી વાહન ચાલકો દંડાયા હતા.આજે મુખ્ય માથક ભુજ, મુંદરા, માંડવી વિસ્તારમાં જિલ્લા ટ્રાફિક, સીટી ટ્રાફિક, એ-બી ડીવિઝન દ્વારા સંયુક્ત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. પોલીસ વડા સૌરંભ તોલંબીયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. ટ્રાફિક પીએસઆઈ જે.એમ.જાડેજાના જણાવ્યા પ્રમાણે આજે જુદા જુદા સૃથળોએ સ્કુલ રીક્ષા ચાલકો સામે તવાઈ સર્જી હતી જેમાં ૭૬ એનસી કેસો સામે ૩૪ હજારનો દંડ વસુલાત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત છ વાહન ડિટેઈન અને ર૮૩ મુજબના ત્રણ કેસો કરવામાં આવ્યા હતા. આ ઝુંબેશ બે દિવસ સુાધી ચાલશે. કોઈપણ છકડા રીક્ષા અને બસ ચાલકો નિયમોનું ઉલ્લઘન ન કરે અને આરટીઓના નિયમોને અનુલક્ષીને વાહન હંકારે તેવી અપીલ કરવામાં આવી હતી.