કચ્છની હાથ બનાવટની કારીગરીનો ફરી એકવાર વિશ્વમાં ડંકો વાગ્યો છે વહાણવટા માટે પ્રખ્યાત માંડવીમાં દુબઇના રાજ પરિવાર માટે રૂ.સાત કરોડના ખર્ચે માંડવીના ઇતિહાસમાં સૌથી લાબું 207 ફૂટના દેશી વહાણનું નિર્માણ થઈ રહ્યું છે પાંચ પેઢીનો વારસો ધરાવતા કારીગરને વહાણ બનાવવાનો કોન્ટ્રાકટ મળ્યો છે જહાજના નિર્માણ કાર્યમાં 23 હજાર ક્યુબીક લાકડું વાપરવામાં આવશે દુબઈના રાજ પરિવારે વિશ્વમાંથી ભારતની પસંદગી 18 ફૂટની ઊંચાઈ ધરાવતા વહાણને નિર્માણ પામ્યા બાદ દુબઇ લઈ જવાશે માંડવીના વહાણવટાનો વિશ્વમાં દબદબો રહ્યો હતો પરંતુ સમય જતાં ઉદ્યોગ પણ મંદીમાં સપડાઈ જવા પામ્યો છે તે વચ્ચે કલા કારીગરીના શોખીન દુબઈના રાજ પરિવારે વિશ્વમાંથી ભારતની પસંદગી કરી તેમાંય કચ્છનાં માંડવીના કારીગરને પોતાના હરવા ફરવા માટે ખાસ દેશી જહાજ બનાવવા માટેનો ઓર્ડર આપ્યો છે. ઇબ્રાહિમ મિસ્ત્રીને રૂ.સાત કરોડના ખર્ચે વહાણ બનાવવાનો ઓર્ડર મળ્યો માંડવીમાં પાંચ પેઢી થી આ કામ સાથે સંકળાયેલા ઇબ્રાહિમ મિસ્ત્રીને રૂ.સાત કરોડના ખર્ચે વહાણ બનાવવાનો ઓર્ડર મળ્યો છે દેશ દુનિયામાં માંડવીના હાથ બનાવટના કારીગરોની તોલે કોઇ આવે શકે તેમ નથી રૂ. 7 કરોડના ખર્ચે બનનારું વહાણ માંડવીના ઇતિહાસમાં પ્રથમ વખત સૌથી લાબું હશે હાલમાં માંડવીના દરિયા કાંઠે હાથ બનાવટના વહાણ તૈયાર કરવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે અહીંથી પસાર થતા જ જહાજ બનાવવાની કામગીરી નજરે પડે છે
ઈતિહાસમાં સર્વ પ્રથમ વખત જ 207 ફૂટની લંબાઈ ધરાવતું વહાણ નિર્માણ પામી રહ્યું છે રાજ પરિવાર માટે રૂ.7 કરોડના ખર્ચે બની રહેલું વહાણ માંડવીના ઈતિહાસમાં સર્વ પ્રથમ વખત જ 207 ફૂટની લંબાઈ ધરાવતું વહાણ નિર્માણ પામી રહ્યું છે 18 ફૂટની ઊંચાઈ ધરાવતા વહાણને નિર્માણ પામ્યા બાદ દુબઇ લઈ જવાશે ત્યાં અંદર ઇન્ટિરિયર ફર્નિચરની કામગીરી કરાશે આ વહાણમાં રાજ પરિવારના રહેવા માટે રૂમ, રસોડું, કોલ્ડ સ્ટોરેજ સાથે 8 ફિશિંગ બોટ રહી શકે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ કરાશે. વહાણમાં 2000 હોર્સ પાવરનું એન્જીન બેસાડવામાં આવશે જહાજના નિર્માણ કાર્યમાં 23 હજાર ક્યુબીક લાકડું વાપરવામાં આવશે જેમાં વિદેશી અને ઉચ્ચ ગુણવત્તાના લાકડા સાથે દેશી લાકડાનો ઉપયોગ કરાશે વહાણને મજબૂત અને ટકાઉ બનાવવા 20 એમ.એમ.ના નટ બોલ્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ જહાજના નિર્માણમાં બે વર્ષનો સમય લાગવાનો છે 16 માસથી તો કામગીરી ચાલી રહી છે હજી 8 માસ નીકળી જશે પછી દેશી વહાણ તૈયાર થશે પછી દુબઇ રવાના કરાશે અહીં રોજ 36 કારીગરો કામગીરી કરી રહ્યા છે.વહાણમાં 2000 હોર્સ પાવરનું એન્જીન બેસાડવામાં આવશે.