BREAKING NEWS : ભચાઉ રેલ્વે સ્ટેસન પાસે ઝાડિયો માથી ૧ માસનો બાળક મળી આવ્યો

ભચાઉ  રેલવે સ્ટેસન વિસ્તારના નજીકથી આજે વહેલી સવારે અજાણી વયક્તિ એક માસ ની બાળકને ઝાડિયોમાં મૂકી ફરાર થઈ ગઈ ત્યારે તે વિસ્તારમાં બાળકનું રડવાનું અવાજ સાંભળતા આસ પાસ વિસ્તારમાં રસ્તા ઉપર અવાર જવર કરતાં વ્યક્તિઓ બાળકનો રડવાનો આવાજ સાંભળીને પોલીસ તેમજ 108 ની ટીમને જાણ કરાઈ હતી.108 ની ટીમ તાત્કાલીક સ્થળે પોહચી બાળકને સારવાર માટે ભુજ જીકે જનરલ હોસ્પિટલ મદયે લઈ આવેલ છે જીકે જનરલમાં ડોકટરના જણાવ્યા પ્રમાણે બાળક જીવિત હાલતમાં છે અને વધુ સારવાર થઈ રહી છે ડોક્ટરોની ટીમે આ ૧ માસની જન્મેલ બાળકની સારવાર ચાલુ કરી હતી. ૧ માસ જન્મેલો બાળકને કોણ ફેંકી ગયેલ તેના ઉપર ફિટકારની લાગણી ફેલાઇ છે. અત્યારે બાળકની ભુજ જીકે જનરલ હોસ્પીટલમાં  સારવાર ચાલુ છે. વધુ તાપસ પોલીસ કર્મચારી  ચલાવી રહ્યા છે.

રિપોર્ટ બાય – કરણ વાઘેલા – ભુજ