ભુજ શહેર બી ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તાર મધ્યેથી ભારતીય બનાવટનો પરપ્રાંતિય વિદેશી દારૂ પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ

એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. પેટ્રોલીંગ દરમયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, જુની રાવલવાડી, ભુજનો રહેવાસી ભગીરથસિંહ ઉર્ફે કુલદીપસિંહ લખપતસિંહ ઝાલા પોતાના કબ્જાની ટોયોટા કંપનીની કવાલીસ રજીસ્ટ્રેશન નં.GJ-12-AE-0002 વાળી ફોર વ્હીલર કારમાં કેમ્પ એરીયાથી ભુજ ઇંગ્લીશ સ્કુલ વિસ્તાર વચ્ચે વાહન ઉભુ રાખી કોઇને વિદેશી દારૂનો જથ્થો આપવા આવવાનો છે. જેથી મળેલ સચોટ અને ભરોસા લાયક બાતમી હકીકત આધારે તુરંત જ વર્કઆઉટ કરી બાતમી હકીકત વાળી જગ્યાએ આવી વોચમાં રહી હકીકત મુજબની ટોયોટા કંપનીની કવાલીસ મોડલરની ફોર વ્હીલર ગાડી રજીસ્ટ્રેશન નં.GJ-12-AE-0002 આવતા રોકી ચેક કરતા જેમાંથી નીચે મુજબનો ભારતીય બનાવટનો પરપ્રાતિય વિદેશી દારૂ મળી આવેલ. ભારતીય બનાવટનો પરપ્રાંતિય વિદેશી દારૂ સીગ્નેચર રેર એજડ વ્હીસ્કીની કાચની ૭૫૦ એમ.એલ. ની બોટલો નંગ-૪૮, કિ.રૂા.૩૯,૩૬૦/- તથા કીંગફીશર બીયરના ટીન નંગ – ૭૯૨, કિ.રૂા.૭૯,ર૦૦/- તથા દારૂની હેર ફેર માટે ઉપયોગમાં લીધેલ ટોયોટા કવાલીસ ફોર વ્હીલર કાર નં. GJ-12-AE-0002, કિ.રૂા.૨,૦૦,૦૦૦/- તથા એક મોબાઇલ ફોન કિ.રૂા.૫૦૦/- એમ કિ.રૂા.૩,૧૯,૦૬૦/- ના પ્રોહિ. મુદામાલ મળી આવતા આરોપી ભગીરથસિંહ ઉર્ફે કુલદિપસિંહ ઝાલા, ઉ.વ.ર૬, રહે.જુની રાવલ વાડી, પ્લોટ નં.૪૫૭, ભુજ વાળા વિરૂધ્ધ ભુજ શહેર બી ડિવીઝન પો.સ્ટે. કાયદેસરની કાર્યવાહી કરી ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે.