શિણાય ગામની સીમમાં દારૂની બોટલો પર બુલડોઝર ફર્યું

કચ્છના ગાંધીધામ તાલુકાના શિણાય ગામની સીમમાં અંજાર પોલીસે વર્ષ દરમિયાન ઝડપી પાડેલો કુલ રૂ.57 લાખના દારૂના જથ્થા પર બુલડોઝર ફરાવી નાશ કરવામાં આવ્યો હતો. પૂર્વ ક્ચ્છ અંજાર પોલીસે સપ્ટેમ્બર 2018 થી નવેમ્બર 2019 સુધીમાં વિવિધ દરોડા પાડી ગેરકાયદેસર 49,89,550 ના અંગ્રેજી શરાબનો જથ્થો ઝડપ્યો હતો જે તમામ દારૂના જથ્થાનો શિણાય ગામની સીમમાં નાશ કરાયો હતો. આ જથ્થામાં રૂ.49,35,950 ની 750 એમએલની 13,958 બોટલો, રૂ.20,100 ની કિંમતના 180 એમએલના 201 ક્વાર્ટરીયા અને રૂ.33,500 ની કિંમતના 335 બિયરના ટીન ઉપર બુલડોઝર ફેરવી દેવાયું હતું. આ કાર્યવાહીમાં નાયબ કલેક્ટર વિમલ જોષી,ડીવાયએસપી સૈયદ,નશાબંધી આબકારી અધિકારી બી.એસ. ડામોર, અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.એમ ઝાલા,અંજાર મામલતદાર મંદોરી, પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા.