રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આત્મહત્યા અટકાવ યોજનાના વિકાસ અને અમલ અંગે અપાઇ જાણકારી

ભારતમાં આત્મહત્યા અટકાવ યોજનાના વિકાસ અને અમલ માટે રાષ્ટ્રીયકક્ષાએ થઇ રહેલ કાર્યો તેમજ વિશ્વ આરોગ્ય સંસ્થા, જીનિવા ખાતે પ્રકાશિત “નેશનલ સ્યુસાઇડ પ્રિવેન્શન સ્ટ્રેટેજીસઃ પ્રોગ્રેસ, એકઝામ્પલ્સ એન્ડ ઇન્ડીકેટર’” નામની માર્ગદર્શિકા પુસ્તિકા વિશે પરિચય આપવા સાથે લોકોમાં આત્મહત્યા અટકાવવા માટે કચ્છમાં નિર્મિત યોગ સાઇકોથેરાપીના આંતરરાષ્ટ્રીય સ્તરે લેવાયેલ નોંધ સાથે ભારતમાં યોગ સાઇકોથેરાપી લોક-તાલીમ સેમિનારની જણાતી આવશ્યકતા ઉપર પ્રકાશ પાડવા આજે ભુજની મંગલમ હોટેલ ખાતે ઓમ ફાઉન્ડેશનના પ્રમુખ ડો. પંડિત દેવજયોતિ શર્મા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. ઓમ ફાઉન્ડેશનના પ્રમુખ ડો. પંડિત દેવજયોતિ શર્માએ ૫૫452ડ-નેશનલ સ્યુસાઇડ પ્રિવેન્શન સ્ટ્રેટેજીસનો લગભગ ૪૦ દેશોમાં અમલ થઇ રહ્યો હોવાની વિગતો આપી ઓમ ફાઉન્ડેશન દ્વારા ભારતમાં પણ વિકાસ અને અમલ થાય તે સંદર્ભે ૨૦૧૪થી સતત અપીલ કરાઇ રહી હોવાનું જણાવી ભારતમાં નિર્માણનાં મહત્વપૂર્ણ પગલાંનો શુભારંભ થઇ રહ્યો હોવાની જાણકારી પણ આપી હતી.ડો. શર્મા . દ્વારા પ્રકાશિત પુસ્તિકાનાં નિર્માણમાં તેઓ સહયોગી બન્યા હોવાનું જણાવી ભારતમાં આવનારા વર્ષોમાં આત્મહત્યાના બનાવોને નિવારવા તેમના દ્વારા કચ્છમાં વિશ્વના પ્રથમ યોગ સાઇકોથેરાપી વિકસાવી, જેની નોંધ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ સ્યુસાઇડ પ્રિવેન્શનના સપ્ટેમ્બર,૨૦૧૯ના ન્યુઝ બુલેટિનમાં કરાઇ હોવાનું ટાંકીને સંસ્થાની આત્મહત્યા અટકાવવા તાલીમ માટે કચ્છમાં કચ્છ સ્યુસાઇડ પ્રિવેન્શન ફોરમના કરાયેલા નિર્માણ સાથે કરાઇ રહેલી કામગીરી થકી કચ્છમાં આત્મહત્યા રોકવાનું કામ કરાઇ રહ્યું હોવાનું જણાવ્યું હતું. પ્રારંભે વાઇસ પ્રેસીડેન્ટ ડો. કલ્પના સતીજાએ સંસ્થાની રૂપરેખા આપતાં કચ્છ આત્મહત્યા અટકાવ ફોરમ દ્વારા આત્મહત્યા અટકાવ સંબંધે જરૂરી તાલીમ અને કાર્યો સાથેની રાષ્ટ્રીયકક્ષાની પહેલ ઉપાડો લેવાઇ હોવાનું જણાવી સ્કૂલ, કોલેજના વિદ્યાર્થીઓ માટે સેમિનાર આયોજન પોસ્ટર, ૨૪ કલાક ઓનલાઇન સહિતની ફ્રેન્ડલી હેલ્પ વગેરે જેવી ફોરમની જુદી-જુદી પ્રવૃતિઓનો ચિતાર આપી ઘણા લોકોને બચાવી શકાયા હોવાનું ઉમેર્યું હતું. આ પ્રસંગે ફોરમનાં શૈલેન્દ્રભાઈ રાવલ, ધવલભાઈ રાવલ,જયંતીભાઈ વાઘેલા,ફારૂકભાઈ ખત્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મહિલા સેલના સુનિતાબેન ભાનુશાલીએ સંચાલન કર્યું હતું. વાઇસ પ્રેસીડેન્ટ હેમંતભાઈ ઠકકરે આભારવિધિ કરી હતી.