જી. કે. જનરલ હોસ્પિટલમાં પોતાના પુત્રની સારવાર માટે આવેલા શખ્સને સિક્યુરીટી ગાર્ડ દ્વારા ગેટ પર પાસ દેખાડવા બાબતે ડખો થતા ગાર્ડે માર માર્યો હોવાની ફરીયાદ નોંધાવી હતી. મીરજાપરના ઇદ્રીશ સમાએ નોંધાવેલી ફરીયાદ મુજબ, પોતાના પુત્ર સારવાર હેઠળ દાખલ છે અને પાસ તેની પત્ની ત્યાં રૂમમાં છે તેની પાસે પડી હોવાનું કહેતા સિક્યુરીટી ગાર્ડ વાળા રૂમમાં લઇ જઇ ચારેક શખ્સોએ લાકડીથી માર મારતા ઇજાઓ પહોંચી હતી. સિક્યુરીટી ગાર્ડ વીરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. આંતરીક સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, સિક્યુરીટી ગાર્ડ વાળાએ પાસ માંગતા તેને ધક્કો મારી અંદર જવાની કોશીશ કરતા ચળભળ થઇ હતી.