ગાંધીધામના ખારીરોહર ખાતે મહોરમના તાજીયા દરમિયાન થયેલી હત્યાના બનાવમાં અત્યાર સુધી ફરાર થઇ ગયેલો આરોપી ઘરે આવ્યો હોવાની બાતમી મળતાં પેરોલ ફર્લો સ્ક્વોડે તેને દબોચી લીધો છે.આ બાબતે પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઇ એમ.એસ.રાણાએ વિગતો આપતાં જણાવ્યુ઼ હતું કે મોહરમના તાજિયા દરમીયાન ખારીરોહરમાં આધેડની હત્યા બાદ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના બનાવમાં ફરાર થઇ ગયેલો મુળ જુના કંડલા હાલે ખારીરોહર રહેતો આરોપી અલી હાસમ બુચડ પોતાના ઘરે આવ્યો હોવાની બાતમી મળતાં વોચ ગોઠવી તેને દબોચી બી-ડિવિઝન પોલીસને સોંપાયો હતો.આ કામગીરીમાં પીએસઆઇ એમ.એસ.રાણા સાથે એ.એસ.આઈ.દીપકકુમાર શર્મા, હેડ કોન્સ્ટેબલ જયપ્રકાશ અબોટી, મહેન્દ્રસિંહ જાડેજા તથા પો. કોન્સટેબલ કિશોરસિંહ જાડેજા જોડાયા હતા. અહિ નોંધવુ રહ્યુ કે કંડલાની બાપટ બજારમાં અગાઉ ફાઈરીંગ સહિતની ઘટના સાથે ધીંગાણુ સર્જાયુ હતુ. તો ત્રણ દિવસ પહેલા મલબો પાથરવા મુદે બે જુથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણુ થયું હતુ, જેમાં બે યુવાનોએ જીવ ગુમાવ્યા હતા.જેના કારણે કાયદાના રખેવાળો દોડતા થયા હતા. જેમાં એક આરોપીની અટક કરાઈ હતી, જ્યારે કે બાકીના બંન્ને પક્ષકારો ઘાયલ હોવાથી હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. જેમાંથી એક મહિલાને ગંભીર ઈજા હોવાના કારણે વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવાની જરુર પડી હતી.