ખારીરોહર ની સીમમાં ઇન્ડિયન ઓઇલ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (આઈ ઓ સી ) પાઇપ લાઇનને ત્રણ શખ્સોએ તોડીને પાઈપલાઈનમાં કાણું પાડી ૭૦ લિટર પેટ્રોલ ચોરી કરી ત્રણ શખ્સો નાસી ગયા હતા આરોપીઓ પેટ્રોલ ચોરી કરી રહ્યા હતા તે દરમિયાન પોલીસ પહોંચી હતી પરંતુ આરોપી મુદ્દામાલ મૂકી નાસી ગયા હતા પાછળથી પોલીસે પેટ્રોલ અને મુદ્દામાલ એકઠો કરી તેને જપ્ત કરી ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છેગાંધીધામ બી ડિવિઝન પોલીસ ની વિગતો આપતા જણાવ્યું હતું કે ખારીરોહર સીમમાં આવેલ આઇઓસી ની ઓઇલ પાઇપલાઇન પોલ નંબર ૧૭૩ થી૧૭૬ વચ્ચે પાઇપ લાઇનને તેલ ચોર કારા જાકુબ બુચડ, આદમ ઉર્ફે પોપટ સુલેમાન નીગામણા, અને હનીફ ઉર્ફે કુલી હારુંનએ નિશાન બનાવીને આ પાઇપલાઇનમાં જવલનશીલ પદાર્થ હોવાનું અને જોખમ હોવાનું જાણવા છતાં માનવ જિંદગી જોખમાય તે રીતે પાઈપલાઈનમાં કાણું પાડી રૂપિયા ૪૬૯૦ ની કિંમત ૭૦ લીટર ડીઝલ ચોરી કરી હતી દરમિયાન પોલીસે રેડ પાડતા ત્રણેય તેલ ચોર નાસી ગયા હતા પોલીસે ડીઝલ એક પ્લાસ્ટીકની નળી સહિતનો સામાન જપ્ત કરી અને ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે