હૈદરાબાદમાં વેટરનરી ડોક્ટર પ્રિયંકા રેડ્ડી પર ગેંગ રેપ આચરી નિર્મમ હત્યા કરાઈ હતી. દેશભરમાં તેની સામે વિરોધ થઈ રહ્યો છે ત્યારે કચ્છ જિલ્લાના સરહદી વિસ્તારના દયાપરમાં પડઘા પડ્યા હતા. દુષ્કર્મીઓને ફાંસો આપોની માંગ લઈને Hang The Rapist ના બેનર સાથે મામલતદારને આવેદન આપ્યું હતું. દયાપરની ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલ (વિજ્ઞાન પ્રવાહ) ખાતેથી નીકળેલી પ્રાથમિક શિક્ષિકાઓની મૌન રેલી યોજી હતી. બાદમાં મામલતદાર અનિલ સોલંકીને શિક્ષિકાઓએ આવેદન આપ્યું હતું. તેમજ આરોપીઓને કડક સજા આપવાની માંગ કરી હતી. આવેદન આપવાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષિકાઓ અને શિક્ષક તેમજ દીકરીઓ જોડાઈ હતી.