વાગડ વિસ્તારમાં અનેક સરકારી સેવાઓ ની ઉણપો વચ્ચે અને વિવિધ સમસ્યા ને લઈ તેમજ રાપર-ધોળાવીરા રોડ પર નંદાસર નજીક પડી ગયેલા પુલ પર રાપર ના ધારાસભ્ય સંતોકબેન આરેઠીયા ના માગદશઁન હેઠળ રાપર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાં નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં રાપર ધોરાવીરા માર્ગ પર તુટી ગયેલા પુલ અને રસ્તા ને તાત્કાલિક ધોરણે રિપેરીંગ કરવામાં આવે તેમજ સમયાંતરે આ રસ્તો વ્યવસ્થિત બનાવવામાં આવે તેમજ બંધ કરવામાં આવતી પ્રાથમિક શાળા શરૂ રાખવા તેમજ આરોગ્ય કેન્દ્રમાં પુરતા પ્રમાણ મા સ્ટાફ ની નિમણૂક કરવામાં અકીલા આવે તે માટે ધરણાં યોજી ને સરકાર સામે બાંયો ચડાવી છે ખાસ કરીને રાપર વિસ્તાર ના એકમાત્ર ટુરિસ્ટ પોઇન્ટ ધોળાવીરા ને જોડતો એકમાત્ર માર્ગ ની બિસમાર હાલત અને 11 મહિના રજુવાત કરવા પછી પણ સરકારે કોઈ ધ્યાન આપ્યું નથી તેવો આક્ષેપ રાપર ના ધારાસભ્ય એ કર્યો હતો તો રાપર વિસ્તાર પ્રત્યે અનેક સમસ્યા છતાં સરકાર અને પ્રશાસન ધ્યાન ન આપતું હોવાનું નિવેદન કર્યું હતું ધરણા સાથે નર્મદા યોજનાના અધિકારીઓ ને અને મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આજે આ ધરણાં ના કાયઁકમ મા કોગ્રેસ ના ધારાસભ્ય સંતોકબેન આરેઠીયા. અગ્રણી ભચુભાઈ આરેઠીયા. રાપર તાલુકા કોંગ્રેસ પ્રમુખ બહાદુરસિંહ પરમાર મહેશ ઠાકોર. ગજુભા વાધેલા. સહદેવસિહ જાડેજા. રમેશ ચૌધરી. જયેન્દ્ ચોધરી. વિનોદ ઠાકોર. બબાભાઇ આહિર. બાબુભાઈ દવે. વસંત મહેશ્વરી. નરેન્દ્ર દૈયા. મહાદેવપુરી ગોસ્વામી. હેતુભા. સોઢા. કસ્તુરી બેન ઠક્કર. ભચીબેન બાંભણીયા..વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં