પાટણ ડીસા રોડ પર 274ઝાડ કાપવાનો આદેશ હતો જેમાંથી 4 ગઈકાલે અને 4 આજે ઝાડ કપાયા હતા ઝાડ કપાતા નિલેશભાઈ દ્વારા ચિપકો આંદોલન શરુ થયું.અને ઝાડ કપાતા રોકવામાં આવ્યા. આંદોલન શરુ થતા જ પોલીસ એ નિલેશભાઈ ની ધરપકડ કરી. ત્યાર બાદ રાત્રે છોડી મુક્યા. અને બીજે દિવસે ફરી ચિપકો આંદોલન શરુ થયું. સોશ્યિલ મીડિયાથી આંદોલનની પ્રવૃત્તિને વેગ મળ્યો હોય તેમ અચાનક જનતાનો સાથ સહકાર મળવા લાગ્યો. અને આ પરિસ્થિતિ નો તાગ મેળવવા sp અક્ષય રાજ પોતે સ્થળ પર મુલાકાત લેવા આવ્યા. અને આદેશ કર્યો કે અહીંયા એક પણ વૃક્ષ હવે પછી નહિ કપાય. આ આદેશ થતા જ પ્રકૃતિ પ્રેમીમાં હર્ષની લાગણી છવાઈ ગઈ હતી