કરતારપુર કોરીડોરને બહાને દોસ્તીનો પૈગામ આપતા પાકિસ્તાન દ્વારા ગુજરાત-કચ્છનાં દરિયાઈ વિસ્તારમાં આવેલી સરક્રિકમાં તુર્કીસ્તાનની બનાવટની મીની સબમરીન તૈનાત કરી છે. શાંતિના દેખાવ પૂરતા માહોલ વચ્ચે પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલી આ તૈયારીથી ભારતીય સુરક્ષા દળો પણ ચોંકી ઉઠ્યા છે. બીજી તરફ ઇન્ટેલિજન્સ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાપાક પાડોશી દેશ દવારા ભારતમાં ટાર્ગેટ કરવાનું એક નવું લિસ્ટ બનાવ્યું છે. જેમાં ગુજરાતનાં, ખાસ કરીને કચ્છમાં આવેલા મહત્વપૂર્ણ વ્યૂહાત્મક સ્થળોને ટાર્ગેટમાં લેવાની વાત બહાર આવી છે. આ નવા ‘નાપાક’ લિસ્ટમાં પોરબંદરના નેવલ બેઝ ઉપરાંત કચ્છમાં આવેલા ભુજ અને નલિયા એરબેઝનું નામ બીજા જ ક્રમે હોવાને કારણે ભારતીય સુરક્ષા દળો ઉપરાંત ઇન્ટેલિજન્સ એજન્સીઓ ચોંકી ઉઠી છે.(ભુજ) કરતારપુર કોરીડોરને બહાને દોસ્તીનો પૈગામ આપતા પાકિસ્તાન દ્વારા ગુજરાત-કચ્છનાં દરિયાઈ વિસ્તારમાં આવેલી સરક્રિકમાં તુર્કીસ્તાનની બનાવટની મીની સબમરીન કનિદૈ લાકિઅ તૈનાત કરી છે. શાંતિના દેખાવ પૂરતા માહોલ વચ્ચે પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલી આ તૈયારીથી ભારતીય સુરક્ષા દળો પણ ચોંકી ઉઠ્યા છે. બીજી તરફ ઇન્ટેલિજન્સ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાપાક પાડોશી દેશ દવારા ભારતમાં ટાર્ગેટ કરવાનું એક નવું લિસ્ટ બનાવ્યું છે. જેમાં ગુજરાતનાં, ખાસ કરીને કચ્છમાં આવેલા મહત્વપૂર્ણ વ્યૂહાત્મક સ્થળોને ટાર્ગેટમાં લેવાની વાત બહાર આવી છે. આ નવા ‘નાપાક’ લિસ્ટમાં પોરબંદરના નેવલ બેઝ ઉપરાંત કચ્છમાં આવેલા ભુજ અને નલિયા એરબેઝનું નામ બીજા જ ક્રમે હોવાને કારણે ભારતીય સુરક્ષા દળો ઉપરાંત ઇન્ટેલિજન્સ એજન્સીઓ ચોંકી ઉઠી છે.