નલિયામાં મુખ્યત્વે દંત યજ્ઞ અને નેત્ર યજ્ઞ સાથે તમામ રોગો માટેનો મેઘા આરોગ્ય કેમ્પ રાખવામાં આવેલ હતું

નલિયામાં મુખ્યત્વે દંત યજ્ઞ અને નેત્ર યજ્ઞ સાથે તમામ રોગો માટેનો મેઘા આરોગ્ય કેમ્પ.નારાયણ સેવા મંડળ મુંબઈ, કે સી.આર.સી ( અંધજન મંડળ ) ભૂજ, ગાયત્રી પરિવાર નલિયા, સુઝલોન કંપની નલિયા, નલિયા લોહાણા મહાજન ના સાથ, સહયોગથી આયોજિત આ કેમ્પમાં દાંત નાં તમામ રોગો, પાયોરિયા, કાળા પડી ગયેલા દાંત, પેઢા ની તકલીફ, મોઢામાંથી દુર્ગંધ આવવી, સ ડી ગયેલા દાંત,પેઢામાંથી લોહી આવવું આ નિશુલ્ક દાંતના કેમ્પમાં રાજકોટના પ્રખ્યાત ડો. જયસુખ ભાઈ મકવાણા અને તેમની ટીમ દ્વારા દુખાવા વગર, ઇન્જેક્શન માર્યા વગર જાલંધર બાંધ યોગ પદ્ધતિથી એક જ મિનિટમાં 54 દાંત સરળતાથી કાઢી મોનિકા બેન ભટ્ટ દ્વારા કાઢી અપાયા ૫ (5) જણા નાં સડેલા દાંત પણ ડેં. ડૉ.શ્રી અગ્રાવત સાહેબે કાઢી આપેલા.ડાયાબિટીસ વાળા તેમજ હાર્ટ પ્રેશર વાળા નાં દાંત પણ કાઢી અપાયા. દુખતા દાંતની સારવાર ફ્રી કરાઈ અને દવા મફત અપાઈ. કેમ્પમાં બત્રીસી રાહત દરે ૫ જણા ને રૂપિયા ૧૫૦૦ પંદરસો માં કરી અપાઈ.૮જણા ને છૂટક દાંત ૨૦૦ રૂ બનાવી અપાશે. ૪ જણા ને ફિક્સ દાંત તદન રાહત દરે કરી અપાશે.કે સી આર સી(અંધજન મંડળ) ભુજ નાં મદદ થી નેત્ર યજ્ઞ માં આંખના તમામ રોગો જેવાકે મોતિયો, વેલ, છારી, જામર, પરવાળા,આંખમાં ઝાંઝવા પડવા,આંખમાં બળતરા, આંખ લાલ થવી, આંખમાં ખંજવાળ,આજણી વગેરે ની તપાસ નિદાન સારવા ર ૩૮ જણા ની કરાઇ. દવા ટીપાં નિશુલ્ક સેવા સંસ્થા તરફ થી અપાયેલા. કે સી આર સી આંખ ની હોસ્પિટલ ભુજ ના ડૉ બીનાબેન અને ડૉ મંજુબેન તપાસણી નિદાન સારવાર કરી.મોતિયા અને વેલ નાં ઓપરેશન ૧૪.૧૨.૨૦૧૯ નાં રોજ કે સી આર સી આંખ ની હોસ્પિટલ ભુજ માં ફ્રી કરી અપાશે. કે સી આર સી આંખની હોસ્પિટલ નાં ચેર પર્શન શ્રી અરવિંભાઇ ગોહિલ સાહેબ જાતે હાજર રહીને સ્ટાફ સહિત માર્ગ દર્શન આપી ને ખાસ આપેલું.આંખના નંબર ફ્રી કાઢીને ચશ્મા ટોકન ચાર્જથી ૨૪ જણા ને ફક્ત રૂ.૨૦.૦૦ માં અપાયા. ૨ વિદ્યાર્થી ને એમના નબર નાં ચશ્મા ફ્રી બનાવી અપાશે ઓછું સાંભળતા દર્દીઓને કાનના મશીન 8 જણા ને ટોકન ચાર્જ માં રૂપિયા ૨૦૦ માં અપાયેલા. આ ત્રણે સેવા શ્રી ધન લક્ષ્મી બેન આઈયા ચેરીટેબલ ટ્રસ્ટ નલિયા ના મદદથી કરાશે.સુઝલોન કંપની તરફથી આ કેમ્પમાં શરીરના તમામ રોગો, તમામ જાતના તાવો,પેટ ના તમામ રોગો,શરીર ના તમામ જાત નાં હાડકા કે સ્નાયુ નાં દુખાવા,કમર નાં સાંધાના દુઃખાવા, વા સંધીવા કે ચામડીના હઠીલા રોગો ખસ, ખરજવું ,દાદર વગેરે રોગો ની સુઝલોન ના ડોક્ટર મનીષ ભાઈ ત્રિવેદી ૫૨ જણા દરદી અો તપાસ નિદાન સારવાર કરેલી. તમામ લોકો ને દવા.ગોળી વિગેરે સુજલોન (sujlon) કંપની વતી નિશુલ્ક આપી ડકા નાં ૮ દરદી અને,જનરલ સર્જરી નાં 3 દર્દીઓ, પથ્થરી નાં ૨ દર્દીઓ કીકી અને પડદા નાં ઓપરેશન લાયક એક અને એક ૨ નલિયામાં મુખ્યત્વે દંત યજ્ઞ અને નેત્ર યજ્ઞ સાથે તમામ રોગો માટેનો મેઘા આરોગ્ય કેમ્પ રાખવામાં આવેલ હતું ર્દીઓને ભોજાય સર્વોદય હોસ્પિટલ, બિદડા સર્વોદય હોસ્પિટલ માં અદાણી ફાઉન્ડેશન ની અદાણી હોસ્પિટલ ભુજ માં તેમજ રાજકોટ,અમદાવાદ, મુંબઈ વગેરે ની સારી હોસ્પિટલોમાં ઓપરેશન ફ્રી કરી અપાશે. ડાયાબિટીસ, પ્રેશર, માનસિક રોગો નાં 6 દરદી ને દવાઓ કાયમી ફ્રી મળે તેવી વ્યવસ્થા કરાઇ. અબડાસા લખપત નખત્રાણા તમામ તાલુકાઓના 158 લોકોએ આ મેઘા કેમ્પનો લાભ શ્રી નાનજી સુંદરજી શેજપાલ લોહાણા મહાજનવાડી નલિયા માં લીધો.