ભુજના માધાપરમાં દુષ્કર્મ પીડિતા પર હુમલો, કેસ પાછો ખેંચી લેવા ધમકી આપી

ભુજ તાલુકાના માધાપર ગામે અગાઉ એક હોમિયોપેથિક ડોકટર દ્વારા દુષ્કર્મનો ભોગ બનેલી સગીરા પર મંગળવારે સાંજે કેસ પાછો ખેંચી લેવાની અને મારી નાખવાની ધમકી આપી અજાણ્યા બુકાનીધારી શખ્સે છરી મારી હુમલા કરતાં ચકચાર મચી જવા પામી છે.પ્રાપ્ત મુજબ તેમજ ભોગ બનનાર સગીરાના પિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, માધાપરમાં હોમિયોપેથના ડોકટર હર્ષ રમેશ ગઢવી વિરૂધ 13મી અગસ્ટ 2019નાં બી ડિવિઝન પોલીસ મથકમાં દુષ્કર્મ અને પોક્સોની ફરિયાદ નોંધાવી હતી. જેનું મનદુખ રાખીને કે પછી બીજા કોઇ કારણોસર મંગળવારે સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં સગીરા અને તેના ભાઈ સાથે જતા હતા ત્યારે પાછળથી એક બુકાનીધારી બાઈક ચાલક આવ્યો હતો.તેણે સગીરાના ડાબા ખભા પર છરી વડે સરકો મારીને ધમકી આપી હતી કે ‘તમે કેસ પાછો ખેંચી લેજો નહિ તો મારી નાખીશ’ ત્યારબાદ અજાણ્યો શખ્સ નાશી છુટ્યો હતો. પોલીસે સગીરાના પિતાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ વિરૂધ ગુનો નોંધીને પીએસઆઇ વી.આર.ઉલવાએ તપાસ હાથ ધરી છે.અત્રે ઉલેખનીય છે કે, દુષ્કર્મ અને પોક્સોના કેસમાં અગાઉ આરોપી તબીબ હર્ષ ગઢવી પકડાઇ ચુક્યો હતો અને તે જામીન પર મુક્ત થઇ ગયો હતો. આ કેસમાં બાઇક ચાલક કોણ છે તે હજી પ્રસ્થાપિત થઇ શક્યું નથી