છસરાનો આરોપી હદપારીનો ભંગ કરતાં વવારથી ઝડપાયો

મુન્દ્રા તાલુકાના છસરા ગામે રહેતા આરોપીને 7 જિલ્લામાંથી તડીપાર કરાયો હોવા છતાં હદપારીનો ભંગ કરી પરત આવી ગયો હોવાની બાતમીના આધારે એલસીબીએ વવાર ખાતેથી ઝડપી પાડી મુંદરા મરીન પોલીસને સોંપ્યો હતો. છસરા ગામે રહેતા સલુ ઉમર કોલી (ઉ.વ. 52)ને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ મુંદરાના હુકમથી કચ્છ, પાટણ, બનાસકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર તેમજ રાજકોટ જિલ્લામાંથી તડીપાર કરવામાં આવ્યો હતો. જે હદપારીનો ભંગ કરીને પરત આવી ગયો હોવાની બાતમીના પગલે એલસીબીના સ્ટાફે આરોપીને વવાર ખાતે ખાતેથી ઝડપી લીધો હતો.