ગાંધીધામમાં ઘન કચરાના નિકાલ માટે અંજારના વાડા ગામની સીમમાં 30 હેક્ટરની જમીન ફાળવવામાં આવી છે. પરંતુ અહિ કચરો ન ઠાલવવા દેવાનો સતત થઈ રહેલો વિરોધ હવે જમીની સ્તર પર ઉતરી આવ્યો હોય તેમ પાલિકાના વાહનોને શુક્રવારે રોકીને ધાક ધમકી કરવામાં આવી હતી. જે માટે ચીફ ઓફિસરે પુર્વ કચ્છ પોલીસ અધિક્ષકને પત્ર પાઠવીને ઈસમો વિરુદ્ધ કાર્યવાહિ કરવા અને પોલીસ બંદોબસ્ત આપવાની માંગણી કરી છે. એસપીને સંબોધીને મુખ્ય અધિકારીએ પત્ર પાઠવતા જણાવ્યું છે કે ગાંધીધામ આદિપુરના ઘન કચરાનો નિકાલ કરવા માટે ક્લેક્ટર દ્વારા જમીન ફાળવાઈ છે. તા.12/12ના પાલિકાની કચરો ટ્રાન્સપોર્ટ કરતી એજન્સી વાહનોને તે અનુસાર જમીન પર મોકલાતા તે સ્થળે અજાણ્યા લોકોએ ગેરકાયદેસર પ્રવેશ કરીને ધાક ધમકી કરી વાહનો રોકી રાખ્યા હતા અને બીજી વાર ન આવવાનું કહ્યું હતુ. જેના કારણે પાલિકા માટે કચરાનો નિકાલ એક મોટો પ્રશ્ન થઈ ગયો છે. અવરોધ કરતા ઈસમો વિરુદ્ધ કાર્યવાહિ કરીને તેમને કબ્જે લીધેલા વાહનોને મુક્ત કરાવવા અને પોલીસ બંદોબસ્ત આપવા માંગ કરાઈ હતી. તો બીજી તરફ અંજારના વાડા ગામના ગ્રામજનો અમે સરપંચએ જેનાબેન આમદ કેવર,આમદ કેવરએ ભુજની ક્લેક્ટર કચેરીએ ધસી જઈને રુબરુ આવેદન પત્ર આપીને કહ્યું હતુ કે વાહન ચાલક ત્યાંજ વાહન મુકિને ચાલ્યો ગયો છે અને સમાહર્તા બદલાતાજ તેમણે કચરો નાખવાની શરુઆત કરી દીધી છે.