સરહદી વિસ્તાર, બોર્ડર સીક્યુરીટી ફોર્સની મુલાકાત લેતા આઇ.જી.પી.શ્રી, સરહદી રેન્જ તથા કલેક્ટરશ્રી, કચ્છ અને પોલીસ અધીક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ

પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લાની આંતરાષ્ટ્રીય સરહદેથી ઘૂસણખોરી તથા ગેરકાયદેસર પ્રવૃતીઓ અટકાવવા સારૂ સરહદી રેન્જના આઇ.જી.પી. શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ તથા કચ્છ જિલ્લાના કલેક્ટરશ્રી કે.નાગારજન તથા પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લાના પોલીસ અધીક્ષકશ્રી સૌરભ તોલંબિયા તથા નાયબ પોલીસ અધીક્ષકશ્રી વી.એન.યાદવ, નખત્રાણા વિભાગ તથા પો.સબ ઇન્સ. શ્રી અરવિંદ પરમાર, નરા પોલીસ સ્ટેશન તથા પો.સબ ઇન્સ. શ્રી પરાક્રમસિંહ કછવાહા, ખાવડા પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટાફના કર્મચારીઓ સાથે બોર્ડર સીક્યુરીટી ફોર્સ (BSF) ના અધીકારીશ્રીઓ ઇન્સ્પેક્ટરરી દેવેન્દ્ર તથા ઇન્સ્પેક્ટરશ્રી માનીક દત્તા તથા બી.એસ. એફ. ના સ્ટાફ સાથે મુલાકાત લઇ બોર્ડર સીક્યુરીટી ફોર્સ તથા પોલીસ બન્ને સાથે સંકલનમાં રહી જોઇન્ટ પેટ્રોલીંગ કરવા તથા સરહદી વિસ્તારમાંથી થતી ગેર કાયદેસર ઘૂસણખોરી, ડ્રગ્સની હેરાફેરી તથા હથિયારોની લેન્ડીંગ થતી અટકાવવા સારૂ સરદહી વિસ્તારની જાહેર જનતાની મુલાકાત લિધેલ તેમજ બોર્ડર વિસ્તારમાં આવેલ મોહન બી.ઓ.પી. માં મીટીંગ યોજવામાં આવેલ તેમજ સરદાર પોસ્ટ, વિઘાકોટ વિસ્તારમાં બોર્ડર ફેન્સીંગ એરીયામાં બી.એસ.એફ. સાથે જોઇન્ટ પેટ્રોલીંગ કરવામાં આવેલ.