ભુજ તાલુકાના હબાય ગામમાં એક ઇસમને ગેરકાયદેસરની દેશી બંદૂક સાથે એક સખ્સ ને પોલીસે ઝડપી પાડયો હતો.પદ્ધર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન હબાય છપરીવાસના સિધિક સુમાર ત્રાયા પાસે દેશી બંદૂક હોવાની પૂર્વ બાતમી ખાખીને મળી હતી. જેના આધારે છપરીવાસમાં વોચ ગોઠવવામાં આવી હતી. દરમ્યાન આ ઇસમ અહીંથી નીકળતાં પોલીસે તેને દબોચી લીધો હતો અને તેની પાસે રહેલી દેશી બંદૂક અંગે પરવાનો માગતાં તે આપી શકયો ન હતો. આ ઇસમ પાસેથી રૂા.2000ની દેશી બંદૂક જપ્ત કરવામાં આવી હતી. તેણે આ બંદૂક પોતાની પાસે કયા કારણોસર રાખી હતી અને કયાંથી લાવ્યો હતો તે સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.’