ભુજ બાર એસો.ના પ્રમુખપદે વિમલ મહેતા ઉપપ્રમુખ નિમાતા વૈષ્ણવ

ભુજ બાર એસોસીએશનની કારોબારીની નિમણૂંક માટે કુલ ૬ હોદેદારો તથા ૧પ કારોબારી સભ્ય માટે ચૂંટણી કરવામાં આવેલ જેમાં કુલ પ૪ર મતદારોએ મતદાન કરેલ. કુલ પ૪ર મતો પડયા હતાં. જેની ચકાસણી કરી અલગ સીટ મુજબ રીઝલ્ટ જાહેર કરવામાં આવેલ અને ફાઇનલ સીટ મુજબ ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવેલ છે. વિજેતા ઉમેદવારોમાં પ્રમુખ-મહેતા વિમલ જીતેન્દ્રરાય તથા ઉપપ્રમુખ-વૈશ્નવ પંકજ હરિપ્રસાદ, મંત્રી-ઠક્કર અમીત અશ્વિનભાઇ, સહમંત્રી-કનૈયા વિપુલ દિનેશચંદ્ર, ખજાનચી-માંકડ નિપુણ ચમનલાલ, લાયબ્રેરી સેક્રેટરી પદે-ગઢવી સોનલ ધીરજદાનની વરણી કરવામાં આવેલ. જયારે કારોબારી સભ્યોમાં -(૧) આચાર્ય ચિન્મય હસમુખલાલ, (ર) કેનિયા સંજય પુંજાલાલ (૩) પાઠક ધવલ રૂદ્રેશભાઇ, (૪) જોષી દિપેન હરેશભાઇ (પ) છાંગા સુરેશ ગોપાલ (૬) જાટ સાવિત્રી રામકુમાર (૭) અંતાણી હતેન્દ્ર કિશોરચંદર (૮) ગઢવી રાજેશ માણેકભાઇ, (૯) ઠાકર ચિરાગકુમાર નવલશંકર, (૧૦) જાડેજા વિવેકસિંહ રાણુભા (૧૧) રાણા ભાગીરથસિંહ નાગભા, (૧ર) મહેશ્વરી લક્ષ્મણ દેવજીભાઇ, ( ૧૩) પુજારા સચિન અનુપ, (૧૪) સૌસી પ્રતાપ સુંદરજી (૧પ) સોલંકી મીતા કાનજીભાઇ ચૂંટાઇ આવેલ છે.