મુખ્ય બજારમાં દૂધની દુકાનના તાળા તૂટ્યા

ગાંધીધામ આદિપુરમાં શિયાળાની ઠંડીનો ચમકારો વધી રહ્યો છે તેવા સમયે જ તસ્કરો પણ સક્રીય થઇ રહ્યા હોય તેમ જણાય છે. મુખ્ય બજાર વિસ્તારમાં દૂધની દૂકાનના તાળા તૂટ્યા હતા. મોડી રાત સુધી આ બાબતે પોલીસ ફરિયાદ થઇ ન હતી પરંતુ રોકડ રકમ સહિતનો સર સામાન ચોરાયો હોવાનું અનુમાન છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મુખ્ય બજાર વિસ્તારમાં શિકારપુરી સામે દૂધની દૂકાનના તાળા તૂટ્યા હોવાનો બનાવ બન્યો હતો. માલિકને ચોરી થયાનું સવારના સમયે જાણ થતાં તેઓએ આ અંગે પુછપરછ કરી હતી અને પોલીસમાં ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ પણ હાથ ધરી હતી.