મુન્દ્રાની કોલેજમાં તાલીમાર્થીઓએ એકાગ્રતાનો આનંદોત્સવ ઉજવ્યો

મુન્દ્રાની ડીએલએડ કોલેજના પટાંગણમાં વિદ્યાર્થીઓની એકાગ્રતા કેળવવાના ઉદેશ્યથી એક અનોખો પ્રયોગ યોજાયો હતો. જેમાં ખુલ્લા મેદાનમાં વૈવિધ્ય પૂર્ણ ગેમ કોર્નર બનાવી ગમ્મત સાથે એકાગ્રતાની આરાધના કરવામાં આવી હતી. આ આનંદમેળામાં લખોટી ભમરડાં ગિલ્લીદંડા શતરંજ જેવી એકાગ્રતા વધારતી રમતો રમાડવામાં આવી હતી.ઉપરાંત પઝલો માઈન્ડ જીમ મેથ્સ મેજીક ચતુરનો ચોતરો બોલ વિથ ગોલ જેવી બુધ્ધિવર્ધક રમતો અને યોગ અભ્યાસથી મનને કેળવવાના નવીન પ્રયોગો જોવા મળ્યા હતા.તેમજ ચાઈના ક્લેમાથી વિવિધ આકારના રમકડાં બનાવી દ્યાર્થીઓએ નિર્દોષ આનંદ લૂંટ્યો હતો. શાળા આચાર્ય રમણભાઈ ચાવડા સાથે જોડાઈને કોલેજને અધ્યાપકોએ એક સૂરમાં પ્રસન્નતા વ્યક્ત કરી હતી.વિશેષમાં ચમત્કારી ગુણો ધરાવતી તુલસી અને પીપળાનું પરીસરમાં આરોપણ કરી તેમની છત્રછાયામાં મહિમાગાન કરી યોગ કરવાથી એકાગ્રતામાં નોંધપાત્ર વધારો થતો હોવા અંગેની સમજ આપી હતી.આનંદમેળાના માર્ગદર્શક તરીકે ડો કેશુભાઈ મોરસાણીયા રહ્યા હતા.અધ્યાપકો કિરીટ જોશી રાજેન્દ્ર કુબાવત રફીક સુમરા અને રીટાબેને હાજરી આપી હતી.