અબડાસા તાલુકાના જખૌ ગામના સરપંચ અને તલાટી સામે ઉચાપત તાથા ઠગાઈની પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. ગામના સરપંચ-તલાટી અને મનરેગા સુપરવાઈઝરે સાથે મળીને લાખો રૃપિયાની ઉચાપત કરી છે. મનરેગામાં બોગસ જોબકાર્ડના આાધારે ઉચાપત કરવામાં આવતા પોલીસે આરોપીઓ સામે વિવિાધ કલમો હેઠળ ફોજદારી ફરિયાદ દાખલ કરી છે.કચ્છમાં ભુતકાળમાં મનરેગાના નામે લાખો રૃપિયાના કૌભાંડ ઉજાગર થઈ ચુકયા છે ત્યારે જખૌ ગામમાંથી પણ કંઈક આવો લાખો રૃપિયાનો કૌભાંડ ઉજાગર થયો છે. ગામના યુવાન જતીન લાલકા(શાહ)એ પુરાવા સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેના પગલે સરપંચ લાખાજી પાંચુભા જાડેજા અને મનરેગા સુપરવાઈઝર તરીકે કામ કરતા સરપંચના સગા નાના ભાઈ રતનજી પાંચુભા જાડેજા તેમજ તલાટી રોહિત વિઠ્ઠલભાઈ ડાભી સામે આઈપીસી ૪૦૬, ૪૦૯,૪૨૦, ૪૬૫ અને ૧૧૪ હેઠળ ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.આ અંગે મળતી માહિતી અનુસાર, લાખાજી ૨૦૧૭થી સરપંચપદે કાર્યરત છે તેમને અછતમાં મનરેગા હેઠળ ગામમાં ૪૧૬૮ જોબકાર્ડ ઈસ્યુ કર્યા હતા. જયારે વાસ્તવિકતા એ હતી કે, કામ તો માંડ ૨૦૦-૨૫૦ જેટલા લોકો કરતા હતા. સરપંચે સસ્તા અનાજની દુકાનમાંથી દસ્તાવેજો મેળવીને બોગસ જોબકાર્ડ બનાવી દીધા હતા. એટલુ જ નહિં, ૨૦૦૮માં હવાબાઈ હસણ વાઘેર નામની મહિલાનું મોત નિપજયુ હતુ. તેમ છતા ૨૦૧૮-૯માં તેમના નામે જોબકાર્ડ બન્યુ અને ચુકવણુ પણ કરાયુ હતુ. કિશોરના નામે પણ જોબકાર્ડ બનાવાયા છે તો એક જ વ્યકિતના નામે પણ બબ્બે જોબકાર્ડ બનાવાયા હતા. એક વ્યકિતના લગ્ન ના થયા હોવા છતા તેની કાલ્પનિક પત્નીના નામે જોબકાર્ડ બનાવાયુ છે. ખાનગી કંપનીમાં નોકરી કરતા વ્યકિતના નામે પણ જોબકાર્ડ બનાવી ગેરરિતી આચરવામાં આવી છે. આ રીતે ફોટોગ્રાફ અને દસ્તાવેજોના આાધારે બોગસ જોબકાર્ડ બનાવીને લાભાર્થીઓના ભળતા બેંક ખાતામાં રોજગારની રકમની ચુકવણી કરવામાં આવતી હતી.હદ તો ત્યાં થઈ કે, જખૌમાં આર્ચિયન કંપની દ્વારા કોર્પોરેટ સોશ્યિલ રીસ્પોન્સિબીલીટી અંતર્ગત વિવિાધ વિકાસ કામો હાથ ધરવામાં આવ્યા હતા તેમ છતા સરપંચ અને તલાટીએ મિલીભગત આચરીને આ કામોને ૧૪ મા નાણાંપંચની ગ્રાંટમાંથી થયા હોવાનું ચોપડે દર્શાવી સરકારી તિજોરીને લાખો રૃપિયાનું નુકશાન પહોંચાડયુ હતુ. મનરેગા અંતર્ગત ગામોમાં ૭૩ કેટલશેડ બનાવાયા જેમાં કેટલશેડ સરકાર દીઠ અપાતી ૩૮૪૦૦ની રકમ સીધી લાભાર્થીને મળવાપાત્ર છે ત્યારે આરોપીઓએ કેટલશેડ દીઠ માંડ ૮ થી ૧૦ હજારનું કામ કરી પ્રત્યેક શેડ પાછળ સરેરાશ ૨૫ હજારની રકમ હજમ કરી હતી. અને નાણા પાછળાથી તાલુકા વિકાસ કચેરી દ્વારા રિકવર કરવામાં આવ્યા હતા.તલાટી સામે અગાઉ ફોજદારી ફરિયાદ દાખલ થઈ ચુકી છે. સરપંચ-તલાટી ગ્રામસભા અને સામાન્ય સભામાં પંચાયતના સદસ્યોની આગોતરી સહીઓ મેળવી લઈ પાછળાથી મનસ્વી રીતે ઠરાવ કરતા હતા. આ અંગે પંચાયતના સદસ્ય દાઉદ અયુબ દરાડે ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૯ના રજુઆત કરી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તલાટી ડાભી સામે ૨૦૧૭માં જખૌમાં મિલકત કૌભાંડની એક ફોજદારી દાખલ થઈ હતી. તેમજ, જાહેર માહિતી અિધકાર હેઠળ માહિતી ન આપતા તલાટીને માહિતી આયોગે ૧૦ હજારનો દંડ પણ ફટકાર્યો હતો. તો બીજી તરફ, ફરિયાદીએ આ કેસમાં પોલીસે અમુક ગંભીર કલમો ન ઉમેરી હોવાનો પણ આક્ષેપ કર્યો છે.