કચ્છના ખાવડા-વાગડમાં પણ તીડ દેખાયા

ઉતર ગુજરાતમાં હાહાકાર મચાવનાર તીડાથી ગુજરાતભરના ખેડૂતોમાં ચિંતા જાગેલી છે. ત્યારે, પાક તરફાથી આવેલા તીડના ઝુંડે વાવ-થરાદ બાદ હવે કચ્છના ખાવડા અને રાપર પંથકમાં દેખા દેતા કચ્છના ધરતીપુત્રોમાં પણ ચિંતા જાગી છે. એકાદ માસ પહેલા પણ ખાવડા અને રાપર પંથકમાં તીડના ઝુંડાથી ખેડૂતોમાં ડર પેસી ગયો હતો તેવામાં ફરી તીડે દેખા દેતા જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા પણ પગલા લેવાઈ રહ્યા છે.કમોસમી માવઠા, ઈયળના ઉપદ્વવ, ખેતપેદાશના ઓછા ભાવ સહિતની સમસ્યા સામે લડી રહેલા ખેડૂતોને છેલ્લા કેટલાક સમયાથી તીડની ચિંતા સતાવી રહી છે. પાકિસ્તાન તરફાથી આવેલા તીડોના ઝુંડોએ રાજસૃથાનાથી પ્રવેશ કર્યા બાદ ગુજરાતમાં હાહાકાર મચાવ્યો હતો. ગત મહિને ખેડૂતોને તીડના પગલે ખરીફ પાકને બચાવવુ મુશ્કેલ બન્યુ હતુ તેવામા ંપુનઃ એકાદ સપ્તાહાથી ઉતર ગુજરાતમાં તીડે આક્રમણ કર્યુ છે. ઉતર ગુજરાતના વાવ, થરાદ, સુઈગામ સહિતના પંથકમાં ખેડૂતોએ ખેતરોમાં ડેરા તંબુ તાણીને બેસવાનો વખત આવ્યો છે. રાત દિવસ ઉજાગર કરવા પડે છે ત્યારે કચ્છના ખેડૂતો પણ સાવાધ હતા તેવામાં હવે રાપર અને ખાવડા પંથકમાં એકાએક તીડ દેખાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટયા છે.રણકાંધીએ આવેલા વાગડ પંથકના લાકડા વાંઢ વિસ્તારમાં છુટા છવાઈ જગ્યાએ તીડે દેખા દીધી હતી. આ સમાચાર વાયુ વેગે ફેલાતા કચ્છભરના ખેડૂતોમાં ચિંતાની સાથે સર્તક બન્યા હતા. લાકડાવાંઢ ઉપરાંત ખાવડા સરહદે પણ તીડે દેખા દીધી હતી. અગાઉ પણ લખપત, અબડાસા અને નખત્રાણા પંથકમાં તીડ જોવા મળ્યા હતા. તેવામાં વધુ એક વખત તીડ જોવા મળતા ખેડૂતોમાં દોડાધામ મચી છે.