સમગ્ર કચ્છ ડંખીલા ઠારાથી ધુ્રજી રહ્યું છે અને જનજીવન બેહાલ બની ગયું છે. નલિયામાં ટાઢે હાજા ગગડાવી નાખ્યા છે. નલિયા ખાતે ૩.૬ ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે. કંડલા એરપોર્ટમાં ૮.૨ ડિગ્રી, ભુજમાં ૯ ડિગ્રી અને કંડલા પોર્ટમાં ૧૧ ડિગ્રી સે. તાપમાન નોંધાયું છે. જમ્મુ કાશ્મીરમાં થયેલી હિમવર્ષાથી કચ્છમાં ઠંડીમાં વાધારો થયો છે. કાતિલ ઠંડીને કારણે મોટા પ્રમાણમાં જનજીવનને અસર પહોંચી છે. લોધએ આખો દિવસ ગરમવસ્ત્રો પહેરીને બહાર નીકળઆવાનું પસંદ કર્યું હતું. રાજ્યનું સૌથી નીચું તાપમાન નલિયા ખાતે ૩.૬ ડિગ્રી સે. નોંધાયું છે. જે પાછલા ચાર વર્ષોનું ડિસેમ્બરનું સૌથી નીચું તાપમાન રહ્યું છે. ૨૦૧૫ની ડિસેમ્બરે નલિયામાં ૨.૬ ડિગ્રી સે. પારો સિૃથર રહ્યો હતો અને ગયા વરસે ડિસેમ્બર માસમાં નલિયામાં લઘુત્તમ તાપમાનનો પારો ૪.૨ ડિગ્રી સુાધી ગગડયો હતો. ભુજમાં ન્યુનત્તમ તાપમાન ૯ ડિગ્રી નોંધાયું છે. પ્રવાસીઓ મોટી સંખ્યામાં તંબુનગરી, સફેદરણ, માંડવી તાથા ભુજની મુલાકાતે ઉમટી રહ્યા છે. ત્યારે તેઓને હાડ થીજાવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઠંડીમાં વાયરલ શરદી તાવના કેસો વધ્યા છે. મહત્તમ તાપમાન ૨૭ ડિગ્રી નોંધાયું છે. ઉત્તર-પૂર્વ દિશાએાથી પ્રતિકલાક ૮ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો. કંડલા એરપોર્ટમાં ૮.૨ ડિગ્રી અને કંડલા પોર્ટમાં ૧૧ ડિગ્રી નોંધાયું છે. છેલ્લા ત્રણ-ચાર દિવસાથી ઠંડીના પ્રમાણમાં વાધારો થતાં લોકોનું જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. ધંધા રોજગાર જતા લોકોના ટાઈમમાં ફેરફાર થઈ ગયા છે. હાઈવે પર રાત દિવસ વાહન ચલાવતા ડ્રાઈવરોની હાલત કફોડી થઈ ગઈ છે. અસહ્ય ઠંડી અનુભવાતા હાઈવે પર આવેલ હોટલ નજીક ઉભી તાપણામાં હાથને અને શરીરને ગરમ કરવા પડે છે. નખત્રાણા તાલુકાના મોટાયક્ષના બસ સ્ટેન્ડ નજીક હોટલમાં તાપણાને સહારો લેતા ટ્રક ડ્રાઈવરો જોવા મળ્યા હતા.