જી.આઈ ટેગ મેળવેલા ક્ચ્છી હાથવણાટ ઉત્પાદનનો પ્રચાર કરવામાં તંત્ર નિંભર

કચ્છી હાથવણાટ શાલને જી.આઈ ટેગ પ્રાપ્ત થયો છે ત્યારે અન્ય રાજ્યો અને પ્રદેશની જેમ કચ્છની ઓળખ સમી આ ચીજોનો જોરશોરાથી પ્રચાર-પ્રસાર કરવો જોઈએ. જેાથી પ્રવાસીઓની આ સિઝનમાં કચ્છી કારીગરોને ફાયદો મળી શકે. પરતું વહીવટીતંત્ર દ્વારા પ્રવાસનક્ષેત્રના નામે બણગા ફુંક્યા સિવાય સચોટ કામગીરી ન કરીને ઉલ્ટાનું નકલી હેનડલુમની ચીજોને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. જેના કારણે ગરીબ કારીગરોનો ખો નીકળી ગયો છે. દેશના વિવિાધ ક્ષેત્રો પોતાના વિસ્તારની ઓળખ સમાન ચીજોનો પ્રચાર કરતા હોય છે પરંતુ કચ્છના સરકારી બાબુઓને અનેકવખત રજુઆતો છતાં નિંભર અિધકારીઓના પેટના પાણી હલ્યા નાથી. સ્વચ્છતા અભિયાનાથી માંડીને આરોગ્ય યોજનાઓ પાછળ કરોડોની જાહેરાતો કરતું તંત્ર આ બાબતે નિરસ શા માટે છે તે પ્રશ્ન ઉભો થયો છે. અિધકારીઓની આ નિરસતાના પ્રતાપે મશીનમાં નકલી શાલ બનાવતા મોટા વેપારીઓને હાલ ેતડાકો પડી ગયો છે. લાખો પ્રવાસીઓ આ ત્રણ માસ દરમિયાન કચ્છ આવે છે ત્યારે કચ્છી હેન્ડલુમની નકલી ચીજોના બજારમાં તડાકો પડી જાય છે. બીજીતરફ ઓરીજનલ ચીજો કેવી હોય તે બાબતે તંત્ર દ્વારા કચ્છમાં એક બોર્ડ સુધૃધા ન મુકાતા અહીં આવતા ટુરીસ્ટો મોંઘા દામે નકલી ચીજો ખરીદે છે. કચ્છના શાલ સહીતની ચીજોને જી.આઈ ટેગ મળ્યો છે ત્યારે તેનો જોરશોરાથી રણોત્સવની જેમ જ પ્રચાર કરવો જોઈએ તેના બદલે અહીં નકલી ચીજો બનાવનારાઓ પર મીઠી નજર રાખીને જાણીબુઝીને કામ કરાતું ન હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. આ અંગે અગાઉ પણ કારીગરોએ જી.આઈ ટેગ મેળવેલી કચ્છી શાલને વહીવટીતંત્ર કચ્છના પ્રવાસન ક્ષેત્રના પ્રચાર-પ્રસારમાં સૃથાન આપ ેતેવી માંગણી કરી હતી પરંતુ આ બાબતને આ વર્ષના પ્રચારમાં પણ ધ્યાને નાથી લેવાઈ. એક તરફ કચ્છને પ્રવાસન ક્ષેત્રે ઉપર લાવવાની વાતો કરાય છે બીજીતરફ નીચલા વર્ગના કારીગરોના ફાયદાના બદલે ટેન્ટસીટીના ઠેકેદારો તાથા અન્ય કોન્ટ્રાકટ રાખનારાઓને જ ફાયદો થાય તેવા કામ સરકાર દ્વારા કરાઈ રહ્યા હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.