ટ્યુશનમાં આવતી છાત્રા પર મોહી પડ્યો શિક્ષક, સૃષ્ટિ વિરૂધ્ધની કૃત્ય આચરી કર્યો બળાત્કાર અને હવે છાત્રાની કરી રહ્યો છે ભુંડી દશા

a84508dd7d331c0be25950ac5111d978

પતિ અને સાસરિયાના ત્રાસથી વડોદરાના પિયરમાં આવી ગયેલી યુવતીએ લગ્ન પહેલાં તેની સાથે શિક્ષક પતિએ આચરેલા દુષ્કૃત્યનો ગંભીર આક્ષેપ કરી પોલીસ ફરિયાદ માટે તજવીજ કરતાં મહિલા પોલીસે તપાસ શરૃ કરી છે. બોટાદ નજીક રહેતી યુવતી પાંચ વર્ષ પહેલાં ધોરણ-૮માં અભ્યાસ કરતી હતી ત્યારે ટયુશન ક્લાસનો સંચાલક તેના પર મોહી પડયો હતો.આ વિદ્યાર્થિની સાથે શિક્ષકે સૃષ્ટિ વિરૃધ્ધનું કૃત્ય આચર્યું હતું અને વારંવાર બળાત્કાર પણ ગુજાર્યો હતો.ચાર વર્ષ સુધી શિક્ષકની હેવાનિયતનો ભોગ બનેલી યુવતીને શિક્ષક પતિ દ્વારા વારંવાર વિદ્યાર્થિનીના પરિવારજનોના નામ ચિઠ્ઠીમાં લખીને આત્મહત્યા કરવાની ધમકી આપતો હોવાથી સગીરા ગભરાઇ ગઇ હતી અને તેણે પરિવારને જાણ કરી નહતી. પરંતુ તે ગર્ભવતી બની ત્યારે આ વાત છુપી રહી શકી નહતી.યુવતીએ ટયુશન ક્લાસના શિક્ષકે આચરેલા દૃષ્કૃત્યની જાણ કરતાં બોટાદ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા માટે તૈયારી થઇ હતી.જેથી શિક્ષકે ફરિયાદથી બચવા માટે સમાધાન કરી લગ્ન કરી લીધા હતા.લગ્ન કર્યા બાદ પતિની સાથે સાસુ, સસરા,દિયર, નણંદ અને કાકા સસરાએ મહેણા મારી ત્રાસ ગુજારવાનું શરૃ કર્યું હતું અને તેને ફરિયાદી..કહીને બોલાવી કોમેન્ટો કરીને મોટેમોટેથી હસતા હતા.તને તો મજબૂરીથી લાવ્યા છીએ..કેસના કર્યો હોત તો અમારો છોકરો તારી સામું પણ જોવા તૈયાર નથી..તેમ કહી સાસરિયાં કોઇના કોઇ કારણસર મારઝુડ પણ કરતા હતા અને આખરે ઘરમાંથી કાઢી મુકતાં યુવતી વડોદરા સ્થિત પિયરમાં રહેવા આવી ગઇ છે.પીએસઆઇ પ્રજાપતિએ બનાવની તપાસ કરી છે.શિક્ષકના ત્રાસનો ભોગ બનેલી યુવતીએ પોલીસ ફરિયાદમાં કહ્યું છે કે,થોડા સમય પહેલાં મારા કાકા સસરાએ વોટ્સઅપ ઉપર મને મેસેજ મોકલી કહ્યું હતું કે,તારો પતિ જેને પસંદ કરે છે તે યુવતી સાથે તે મૈત્રી કરાર કરીને રહેવાનો છે,પણ હવે અમે તને પાછા લઇ જવાના નથી.મહિલા પોલીસ આ ફરિયાદ અંગે ગુનો નોંધવા માટે તજવીજ કરનાર છે.યુવતીએ એવો આક્ષેપ કર્યો છે કે,ઉત્તરાયણના દિવસે વહેલી સવારે હું રસોઇ બનાવતી હતી ત્યારે મારા પતિએ મને તું શેની તૈયારી કરે છે,તારે ઉત્તરાયણ ઉજવવાની નથી..તેમ કહી ઝઘડો કરી માર માર્યો હતો અને આખો દિવસ રૃમમાં પુરી રાખી હતી.રાતે પણ પતિએ બેડરૃમમાં આવી મને માર માર્યો હતો.