ચાર દિકરીઓ બાદ પણ દિકરાનો જન્મ ન થતા પત્નીની હત્યા, કોર્ટે પતિને ફટકારી 10 વર્ષની સજા

સેસન્સ કોર્ટે પત્નીની હત્યાના આરોપીને 10 વર્ષ કેદની સજા ફટકારી છે. આરોપી પર આરોપ હતો કે, તેને 4 દિકરીઓ હતી અને તેની પત્નીની કુખે દિકરો ન જન્મતા તેની પત્નીને મેણા ટોણા મારવામા આવતા અને શારીરીક માનસીક ત્રાસ પણ આપવામા આવતો અને તેની મારઝુડ થતા તે હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મરણ પામી હતી. ગોમતીપુર પોલીસ મથકે ગુનો પણ નોધાયો હતો. શેસન્સ કોર્ટમાં તે કેસ ચાલી જતા કોર્ટે પુરાવાઓનુ અવલોકન કરી સાક્સીઓની જુબાની તપાસી ફરીયાદ પક્ષની દલીલોને માન્ય રાખતા આરોપીને 10 વર્ષની સજા ફટકારવામા આવી છે.કોર્ટે આરોપી મહેન્દ્ર ઉર્ફે ગગા પરમારની વિરુદ્ધ હત્યાનો ગુનો 302, 323 498 કનો ચાર્જ ફ્રેમ કરવામા આવ્યો હતો. તે ગુનામાં ફરીયાદી પક્ષે દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામા આવેલા ફરીયાદ પક્ષે સાક્સીઓ પણ તપાસવામા આવેલા જેનુ શેસન્સ કોર્ટે અવલોકન કરતા 304 પાર્ટ 1નો ગુનો માની આરોપીને 10 વર્ષની સજા ફટકારી છે.આ કેસમાં સરકારી વકીલ હિમાંશુ શાહે જણાવ્યુ હતુ કે, 23 મે 2017માં મરણ થનારનાર ક્લપનાને શારીરીક માનસીક ત્રાસ આપવામા આવેલ હતો. કેમ કે, તેને 4 દિકરીઓ હતી અને તેણીને દિકરાઓ ન થતા તે અંગે મેણા ટોણા મારવામા આવતા અને શારીરીક માનસીક ત્રાસ પણ આપવામા આવતો અને તેની મારઝુડ થતા તે મરણ પામી હતી. ગોમતીપુર પોલીસ મથકે ગુનો પણ નોંધાયો હતો. શેસન્સ કોર્ટમાં તે કેસ ચાલી જતા કોર્ટે પુરાવાઓનુ અવલોકન કરી સાક્સીઓની જુબાની તપાસી ફરીયાદ પક્ષની દલીલોને માન્ય રાખતા આરોપીને 10 વર્ષની સજા ફટકારવામા આવી છે. તેણે શારીરક અને માનસીક ત્રાસ આપવામા આવેલો જેના કારણે સારવાર દરમ્યાન મહિલાનુ મૃત્યુ નિપજ્યુ હતુ.