કચ્છના બંદરો ઉપર આયાતકારો દ્વારા મિસ ડેકલેરેશન સાથે માલ મંગાવવાના વધતા જતા કિસ્સાઓ વચ્ચે કસ્ટમ અને એસઆઈબી દ્વારા મુન્દ્રા બંદરે ૩૦૦ કન્ટેનરો તપાસ માટે અટકાવાયા છે. વેસ્ટ પેપરને બદલે અમુક આયાતકારોએ મંગાવેલા માલમાં પ્લાસ્ટિક વેસ્ટ અને વપરાયેલા ડાયપરનો જથ્થો નીકળ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે યુ.એસ. થી વેસ્ટ પેપરના ૧૦૦૦ જેટલા કન્ટેનરો આયાતકારોએ મંગાવ્યા છે. મોટાભાગના વ્યવસાયકારો મોરબીના છે. જેઓ વેસ્ટ પેપર રિ-સાઇકલ કરવાની ફેકટરી ધરાવે છે અને આ વેસ્ટ પેપરનું રિ- સાઈકલિંગ કરે છે. ગુજરાત પોલ્યુશન અકીલા બોર્ડ દ્વારા કસ્ટમ વિભાગને વેસ્ટ પેપરના કન્ટેનરોની સદ્યન તપાસ કરવાની સૂચના આપવામાં આવી હતી. જેને પગલે હાથ ધરાયેલ તપાસમાં જે કન્ટેનરોમાં વેસ્ટ પેપર હતા તેમને કિલયરન્સ આપી દેવાયું છે. જયારે ૩૦૦ જેટલા કન્ટેનરો અટકાવાયા છે, જેમાં વેસ્ટ પેપરને બદલે પ્લાસ્ટિક વેસ્ટ અને વપરાયેલ ડાયપરનો જથ્થો છે. કસ્ટમ વિભાગે આકરું વલણ અપનાવીને અમુક વ્યવસાયકારોને આવા કન્ટેનરો ફરી રિ-એકસપોર્ટ કરવાની સૂચના આપી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે યુ.એસ. નો આવો વેસ્ટ કચરો ભારતમાં મોકલી દેવાયો છે કે પછી મંગાવાયો છે, તે અંગે પણ તપાસ હાથ ધરાઈ છે