ગુજરાતમાંથી દારૂબંધી હટાવવા માટે હાઇકોર્ટમાં થયેલી જાહેરહીતની અડધો ડઝનથી જેટલી અરજીઓ પર સુનાવણી થશે. અરજદારોએ કરેલી અરજીમાં રજૂઆત કરી છે કે દારૂબંધીનો કાયદો રાઇટ ટુ પ્રાઇવસી એકટના ભંગ સમાન છે. સુપ્રીમ કોર્ટે આપેલા રાઇટ ટુ પ્રાઇવસી હેઠળ ઘરની ચાર દીવાલોની વચ્ચે તેઓ દારૂનું સેવન કરી શકે છે. આ મુદ્દે રાજ્ય સરકાર તેમજ પિટિશનરોએ પોતાના જવાબ રજુ કરી કરી દીધા છે. હવે આ પીઆઈએલ પર દલીલો પણ 6 જાન્યુઆરીથી શરુ થશે અરજદારોની દલીલ છે કે સુપ્રીમ કોર્ટે આપેલા રાઇટ ટુ પ્રાઇવસી હેઠળ ઘરની ચાર દીવાલોની વચ્ચે તેઓ દારૂનું સેવન કરી શકે છે. બંધારણે વ્યકિતને ખાનગીપણાનો, સમાનતાનો અને રહેવાની સ્વાતંત્રતાનો હક આપ્યો છે. એટલે વ્યક્તિએ શું ખાવું અને શું પીવું તેનો પણ હક હોવો જોઈએ.કોર્ટમાં ફાઈલ થયેલી તમામ છ પીઆઈએલનું ગ્રાઉન્ડ એક જ હોવાથી તેના ઉપર એક સાથે સુનાવણી હાથ ધરવામાં આવશે આ માટે હાઈકોર્ટમાં દલીલો તા.6ઠ્ઠી જાન્યુઆરીથી હાથ ધરવામાં આવશે. અરજદારોનો એવો દાવો છે કે, રાજ્યનો દારૂબંધીનો કાયદો નાગરિકો વચ્ચે ભેદભાવ કરે છે. કારણ કે, ગુજરાતમાં બહારથી આવેલા લોકો કોઈ રોકટોક વીના પરમિટ મેળવીને દારૂનું સેવન કરી શકે છે.જ્યારે ગુજરાતમાં રહેલાં લોકોને સરકાર દારૂનું સેવન કરવાથી વંચિત રાખી પરવાનગી નથી આપતી. ઉપરાંત ગમે તે સમયે પ્રાઈવેટ પ્રોપર્ટીમાં દરોડા પાડીને પોલીસ નાગરિકોના રાઈટ ટુ પ્રાઇવસીનો ભંગ કરે છે.