દિનદયાલ પોર્ટના અન્યાયી વલણ સામે આંદોલન છેડાશે
કુશળ બિનકુશળ અસંગઠિત કામદાર યુનિયન પૂર્વ-પશ્ચિમ કચ્છ ની કારોબારી સમિતિની બેઠક આદિપુર મુકામે પ્રમુખ પુનમબેન જાટના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવી હતી જેમાં પોર્ટ ટ્રસ્ટ માં છેલ્લા 20 વર્ષથી ડેઈલી રેટેડ તરીકે ફરજ બજાવતા કામદારો અને રેગ્યુલર કર્મચારીઓના પ્રશ્ન તેમજ જનરલ પ્રશ્નોની ચર્ચા વિચારણા અને અંતે સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો કે આગામી 29મી જાન્યુઆરી, 2020 બુધવાર થી ડીપીટી ના મુખ્ય પ્રશાસનિક ભવન, ગાંધીધામ સામે સવાર ના દસ વાગ્યા થી સાંજના પાંચ વાગ્યા સુધી ડીપીટી પ્રસાશનના કામદાર વિરોધી નીતિનો વિરોધ કરીને ધરણા-પ્રદર્શન સાથે સુત્રોચ્ચાર કરવા નિર્ણય લેવાયો હતો.આ સંદર્ભની નોટિસ ડીપીટી પ્રશાસનને આપવામાં આવી હતી જેમાં કાચા કામદારોને રેગ્યુલર કરવા, ત્રીજા વર્ગ ના કર્મચારીના નિયમિત સીઆર ભરવા ઉપરાંત મેડીકલ, બદલી બઢતી પાર્કિંગ પ્લોટ સહિતના વિવિધ મદે ચર્ચા કરી હતી આ બેઠકનું સંચાલન મહાસચિવ વેલજીભાઈ જાટ તથા ઉપ-પ્રમુખ કિર્તીકુમાર આચાર્ય તથા આભાર વિધિ શ્રીમતી ભારતીબેન મહેતાએ કરી