લાઈજા મા ધાણી પાસા નો જુગાર રમતા 11 સખ્સો 2.45 લાખ ની રોકડ સાથે ઝડપાયા
માંડવી તાલુકાના મોટા લાયજા ની સીમમાં બાવળની ઝાડીમાં ચાલતી ધાણી પાસાની જુગાર કલબ ઉપર પશ્ચિમ કચ્છ સ્થાનિક ગુના શોધક શાખાએ રેડ પાડીને 11 સખ્સો ને 2.45 લાખ ની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા અને મોબાઈલ, બાઈક સહિત કુલ 3.59 લાખ નો મુદ્દામાલ કબજે કર્યો હતો પશ્ચિમ કચ્છ એલસીબીએ વિગતો આપતા જણાવ્યું હતું કે માંડવી તાલુકાના મોટા લાયજા ની સીમમાં ગૌચર જમીન ની બાજુમાં આવેલ બાવળની ઝાડીમાં ધાણી ભાષાની જુગાર કલબ ચાલતી હોવાની માહિતી મળતાની સાથે જ એલસીબીએ ત્યાં રેડ પાડીને ની પાછળ નો જુગાર રમતા મોહન ગોવિંદભાઈ ગઢવી, મકબુલ અબ્દુલ સુમરા, કરશન ભીમશી ગઢવી, ચંદુ રતન ગઢવી, આસમલ ઉર્ફે આસુ ખમુભાઈ મહેશ્વરી, સુલેમાન રમજુ સુમરાસાલેમામદ ઇસ્માઇલ સુમરા, હુસેન ગની ઘાંચી, જશાભાઇ પુનશીભાઈ ચારણ, રામ ઉર્ફે રામજી કાનજી ગઢવી, હરિસિંહ કલ્યાણજી સોઢા ન રોકડા રૂપિયા 245100 તેમજ મોબાઇલ અને બાઇક સહિત કુલ રૂ ૩૫૯૬૦૦ ના મુદામાલ સાથે તમામ ને ઝડપી પાડયા હતા.આરોપી મોહન ગઢવી મકબુલ સુમરા અને કરસન ગઢવી બહારથી જુગારીઓને બોલાવીને સગવડ પૂરી પાડી ને પાણી ભાષા નો જુગાર રમાડતા હતા એલસીબીએ સાંજના સમયે જુગાર કલબ પર રેડ પાડીને તમામ શખ્સોને ઝડપી પાડયા હતા