એસઆરસીલી. ના ચેરપર્સન અરુણા જગતાણીએ ગાધીધામ ચેમ્બરનાં આમંત્રણને માન આપીને ચેમ્બર ભવનની મુલાકાત લીધી હતી ગાંધીધામ ચેમ્બર દ્વારા તેમને સત્કારવા એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું ગાંધીધામ ચેમ્બરના માનદ મંત્રી આશિષ જોષીએ એસ.આર.સી.ના ચેરપર્સનું સ્વાગત કરતાં ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટથી તેને આવકાર્યા હતા. સ્વ. ભાઈપ્રતાપ અને તેનાં કુટુંબીજનો અથાગ પ્રયતનોથી ગાંધીધામ સંકુલનાં વિકાસ થયો છે તેમને ભુતકાળમાં આપેલા યોગદાનના સંસ્મરણો તાજા કર્યા હતા ગાંધીધામ ચેમ્બરનાં પ્રમુખ અનિલ જૈને એસઆરસી ચેરપર્સન શ્રીમતિ અરૂણા જગતાણી એસ,આર,સી.નાં ડાયરેક્ટર સુરેશ નેહલાણી, પ્રેમ લાલવાણી અને સેવક લખવાણીનું ચેમ્બરનાં પૂર્વ પ્રમુખ કેએમઠક્કર બચુભાઈ આહીર અને બાબુભાઇ હુંબલ દ્વારા પુષ્પગુચ્છથી અને પારસભાઈ નાહટાએ ભગવત ગીતાનાં પુસ્તકથી સ્વાગત કર્યું હતું. ચેમ્બર પ્રમુખ અનિલ જૈન એસ.આર.સી.ના ચેર પર્સન દ્વારા ટૂંકી મુદતમાં ચેમ્બરનાં આમંત્રણનો સ્વિકાર કરીને પધારેલ તે માટે હાર્દિક આભાર માન્યો હતો, તેમણે ગાંધીધામ સંકુલનો વિકાસમાં સ્વ. ભાઈપ્રતાપ અને તેમનાં કુટુંબીજનોનાં યોગદાનના સંસ્મરણો તાજા કરતાં ઋણ અદા કર્યું હતું એસઆરસીનાં ચેપર્સન શ્રીમતી જગતાણીએ આમંત્રણ બદલ ગાંધીધામ ચેમ્બર આભાર માની તેમના દ્વારા લેખિત ભાઈ પ્રતાપનો જીવન પરનાં પુસ્તકનો ટુંકસાર વર્ણવ્યો હતો તેમજ એસ.આર.સી.ની આ સંકુલનાં વિકાસમાં રહેલ ભૂમિકા વિષે પણ સૌને અવગત કર્યા હતા અને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સ્કુલના વિકાસ માટે કરવામાં આવતી કામગીરીમા સહયોગ આપવાની ખાતરી આપી હતી.આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ પણ સ્વ. ભાઈપ્રતાપ સાથેનાં સમયની યાદ તાજી કરતાં તેમને ઋણ ચૂકવવા વિવિધ સુચનો કરેલ એમ ચેમ્બરનો માનદ મંત્રી આશિષ જોશીએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું,