આદિપુર ખાતે આયોજિત દાદી ગજવાની સ્પોર્ટસ ફેસ્ટિવલ 2019 મા કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશનના ખેલાડીઓ સ્કેટિંગ અને બેડમિન્ટની સ્પર્ધા મા ઝળક્યા સ્કેટિંગની સ્પર્ધામા અંડર-6મા રુદ્ર જોશી ક્યુઓડમા ત્રીજો સ્થાન મેળવ્યો, અંડર-8મા યદુરાજ યાદવ ક્યુઓડમા બીજો સ્થાન મેળવ્યો, અંડર-8 સમર વેદએ ઇનલાઇનમા વિજેતા રહ્યા હતા. અંડર -10મા અંશએ ઇનલાઇનમા બીજો સ્થાન મેળવ્યો તેમજ અંડર-12મા ખુશલ મિત્રા ક્યુઓડમા બીજો સ્થાન મેળવ્યો હતો.બેડમિંટનની સ્પર્ધામા અંડર-10 બોય્સ સિંગલ્સમા મનન મિથવાની વિજેતા રહ્યા હતા, અંડર-13 બોય્સ સિંગલ્સમા દેવિક કોવિંદ નાગરએ બીજો સ્થાન મેળવ્યો, અંડર-15 ગર્લ્સ સિંગલ્સમા યુવિકા બલદાનીયા વિજેતા રહ્યા હતા અને પ્રાચી ગઢવી ગર્લ્સ સિંગલ્સમા બીજો સ્થાન મેળવ્યો, અંડર-18 ગર્લ્સ ડબલ્સમા યુવિકા બલદાનીય અને પ્રાચી ગઢવી વિજેતા રહ્યા હતા. અંડર-18 ગર્લ્સ સિંગલ્સમા યુવિકા બલદાનીય વિજેતા રહ્યા હતા.આ ખિલાડીઓ કેડીટીટીએ ના સ્કેટિંગ કોચ કરન જોશી અને બેડમિન્ટન કોચ આનંદ શ્રીવાસ્તવ પાસે તાલીમ લઇ રહ્યા છે. ખેલાડી અને કોચની આ સિદ્ધિ બદલ કે.ડી.ટી.ટી.એ.ના માનદ મંત્રી હરેશ સંગતાની અને બધા પદાધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતા.કેડીટીટીએ સ્પોર્ટ્સ કોપ્લેક્ષમાં હાલમાં ટેનિસ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, સ્કેટિગ અને સ્વીમીંગ જેવી રમતો માટે પ્રોફેસનલ કોચીસ દ્વારા કોચિંગ આપવામાં આવે છે. જેમાં હાલ માં ૨૫૦ થી વધારે ખેલાડીઓ નિયમિત કોચીગ લઇ રહ્યા છે.