શહેરના રૈયાધાર મફતિયાપરામાં રહેતો અને હોસ્પિટલમાં નોકરી કરતો જીતેન્દ્ર જયંતીભાઈ ચૌહાણ નામના યુવકને ગત તારીખ ૧૬ ઓકટોબરના બપોરે આ જ વિસ્તારના ચાર શખ્સોએ માર મારી રોકડા ૨૦ હજાર લૂંટી લઇ બાઈક સળગાવી નાખ્યું હતું જે સંદર્ભે ફરિયાદ નોંધાતા પોલીસે જે તે વખતે ૩ આરોપીઓની ધરપકડ કરી હતી આ ગુનામાં વોન્ટેડ શખ્સને ઝડપી પાડવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પ્રમોદ દિયોરા ની સૂચનાથી યુનિવર્સીટી પીઆઇ આર એસ ઠાકરના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી જી ડાંગર અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન રવિભાઈ ગઢવી, મહિપાલસિંહ જાડેજા અને દીપકભાઈ ચૌહાણને મળેલી બાતમી આધારે સંજયભાઈ મેતા અને અનીશભાઈ કુરેશીને સાથે રાખીને રૈયાધાર રાણીમાં ડીમાં ચોકમાં રહેતા પ્રફુલ ઉર્ફે ઘોઘી વધુભાઇ ચોરવાડીયાને ઘર પાસેથી દબોચી લીધો હતો જીતેન્દ્રના ભાઈએ અગાઉ ફરિયાદ કરી હોય તેનો ખાર રાખી ઘોઘીએ ૧૬ ઓકટોબરે જિતેન્દ્રને રોકી મિત્રો સાથે મળી માર મારી લૂંટ કરી બાઈક સળગાવી નાખ્યું હતું પોલીસે તેની પાસેથી રોકડા ૯૩૦૦ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.