મુન્દ્રા બંદરે મોરબીના આયાતકારો દ્વારા મંગાવાયેલ વેસ્ટ પેપરના કન્ટેનરોને મુદ્દે તપાસને પગલે કાયદાકીય મુશ્કેલી અને સ્પષ્ટતા કરવાના વિવિધ તપાસનીશઙ્ગ એજન્સીઓના આદેશોએ સમસ્યા સર્જી છે. વેસ્ટ પેપરના દુર્ગંધ મારતા કન્ટેનરોમાં વપરાયેલા ડાયપર અને મેડિકલ વેસ્ટ હોવાનો મુદ્દો ગાજતાં ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ અકિલા દ્વારા કસ્ટમ વિભાગને તમામ કન્ટેનરો એકઝામિન કરવાનું કહેવાયું હતું. દરમ્યાન હવે કન્ટેનરોની તપાસ સ્થાનિકે ડોક એકઝામિન દ્વારા કરવાની ગતિવિધિ વચ્ચે એટીએસ તપાસમાં જોડાતાં ૫૦૦ જેટલા કન્ટેનરોની તપાસ અટકી હોઈ આયાતકારો સુધી માલ પહોંચવાના બદલે હજીયે મુન્દ્રા બંદરે જ પડ્યો છે. આ બધા વચ્ચે હવે ડીઆરઆઈ દ્વારા પણ આ સંબધિત માહિતી માંગવામાં આવી છે. આ બધી એજન્સીઓની કડાકૂટ વચ્ચે મોરબી પેપર મિલ એસોસિએશન દ્વારા સાંસદ મોહન કુંડારિયાને પત્ર લખીને નારાજગી વ્યકત કરી દરમ્યાનગીરી કરવા જણાવાયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એસો.ના પ્રમુખ કિરીટભાઈ ફુલતરિયાએ રજુઆત કરી છે કે, સ્થાનિકે પેપર વેસ્ટની જરૂરિયાત પૂરી ન થતી હોય, કારખાનાવાળા પેપર વેસ્ટ આયાત કરે છે. આ આયાતી કન્ટેનરોમાં બે પાંચ ટકા અન્ય વેસ્ટ નીકળે છે. અત્યાર સુધી આવા વેસ્ટ પેપરના કન્ટેનરો કિલયર થઈ જતા હતા. પણ, હવે આ કન્ટેનરોને વિવિધ તંત્ર દ્વારા અટકાવવામાં આવતાં મોટી આર્થિક નુકસાની જવાની ભીતિ વ્યકત કરાઈ છે.